Home /News /dharm-bhakti /Chaitra Navratri 2022: ચૈત્રી નવરાત્રિમાં આ રાશિવાળા લોકોનો થશે ભાગ્યોદય, ધન-દોલત સાથે મળશે સફળતા

Chaitra Navratri 2022: ચૈત્રી નવરાત્રિમાં આ રાશિવાળા લોકોનો થશે ભાગ્યોદય, ધન-દોલત સાથે મળશે સફળતા

ચૈત્રી નવરાત્રિ 2022

Chaitra Navratri 2022: આ ચૈત્ર નવરાત્રિમાં કેટલીક રાશિઓ પર મા દુર્ગાની કૃપા (Blessings Of Maa Durga) થવાની છે. મા દુર્ગાના આશીર્વાદથી તેમનું ભાગ્ય બદલાશે. મા દુર્ગા તેમને ધન-સંપત્તિ ઉપરાંત તેમના કાર્યોમાં સફળતા પણ આપશે.

Chaitra Navratri 2022: ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત રીતે પૂજા કરવામાં આવશે. નવરાત્રિમાં કલશ સ્થાપના (Kalash Sthapana)નું વિશેષ મહત્વ હોય છે. કલશની સ્થાપના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે, ત્યારબાદ પૂજા શરૂ થાય છે. આ ચૈત્ર નવરાત્રિમાં કેટલીક રાશિઓ પર મા દુર્ગાની કૃપા (Blessings Of Maa Durga) થવાની છે. મા દુર્ગાના આશીર્વાદથી તેમનું ભાગ્ય બદલાશે, તેમનો ભાગ્યોદય થશે. મા દુર્ગા તેમને ધન અને સંપત્તિ આપવા ઉપરાંત તેમના કાર્યોમાં સફળતા પણ આપશે. ચાલો જાણીએ કે આ નવરાત્રિ કઈ રાશિઓનું ભાગ્ય બદલવાની છે?

ચૈત્રી નવરાત્રિ 2022 આ 6 રાશિઓનું બદલશે ભાગ્ય

મેષ (Aries): ચૈત્રી નવરાત્રિમાં મેષ રાશિના લોકો પર મા દુર્ગાની વિશેષ કૃપા થવાની છે. નવરાત્રિ તમારા જીવનમાં શુભ અને સૌભાગ્ય વધારનારી સાબિત થશે. મા દુર્ગાની પૂજા કરવાથી તમને સફળતા મળશે. આ સમય એવો રહેશે કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. તમે જેટલી મહેનત કરશો, તેના સકારાત્મક પરિણામ જોવા મળશે. કાર્યથી યશ અને કીર્તિમાં વધારો થશે. યાત્રાઓ લાભદાયી સાબિત થશે.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રી: નવ દિવસ ભૂલથી પણ ન કરતાં આ 7 કામ, નહીં તો આજીવન આવશે પસ્તાવવાનો વારો

વૃષભ (Taurus): આ રાશિના લોકો માટે નવરાત્રિ ભાગ્યોદય કરનારી હશે. તમને કામમાં સફળતા અને જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થશે. પગાર વધી શકે છે અથવા આવકના નવા સ્ત્રોત બનશે, જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મા દુર્ગાની કૃપાથી તમારા કાર્યો સફળ થશે. નોકરી કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. માન-સન્માન વધશે.

કર્ક (Cancer): નવરાત્રિના સમયમાં બિઝનેસથી જોડાયેલા લોકોને સારો નફો થશે. તમે તમારા બિઝનેસને વધારવામાં સફળ થઈ શકો છો. તેનાથી તમારી આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. મા દુર્ગાની કૃપાથી નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. આ નવરાત્રી તમારા માટે સૌભાગ્ય લાવશે.

સિંહ (Leo): આ નવરાત્રિમાં સિંહ રાશિના લોકોના પદમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. જો વિદેશ યાત્રા પર જવાનો પ્રયાસ છે, તો સફળતા મળશે. મા દુર્ગાના આશીર્વાદથી તમને ધનલાભ થઈ શકે છે. જૂના પૈસા પાછા મળી શકે છે. જો કોઈ યોજના પેન્ડિંગ પડી હોય, તો તે હવે પૂરી કરી શકાય છે, યોગ્ય સમય છે. તમને રોગો તેમજ દોષોથી મુક્તિ મળશે.

આ પણ વાંચો: જાણો ક્યારથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી, આ રીતે કરો કળશ સ્થાપન

કન્યા (Virgo): ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી સારી થશે. મા દુર્ગાની કૃપાથી તમારી આવકના સ્ત્રોત વધી શકે છે. તેનાથી આવકમાં વધારો થશે. એકંદરે ચૈત્ર નવરાત્રિમાં તમારી આર્થિક પ્રગતિના યોગ બની રહ્યા છે. તમારી લવ લાઈફ સારી રહેશે.

તુલા (Libra): આ નવરાત્રિમાં તમને અને તમારા પરિવારને ઘણી ખુશીઓ મળવાની છે. તમારી સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. રોકાણથી લાભ થઈ શકે છે. જો તમે આવકના નવા સ્ત્રોતો પર વિચાર કરી રહ્યા છો, તો યોગ્ય દિશામાં આગળ વધો, તમને ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Chaitra navratri, Chaitri navratri 2022, Dharma bhakti, Durga puja, Zodiac signs, ધર્મભક્તિ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો