Chaitra Navaratri 2022: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું (Navratri in India) વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી તથા એક ચૈત્ર (Chaitra Navratri) અને એક શારદીય નવરાત્રી. ફાલ્ગુન માસની પૂર્ણિમા પછી ચૈત્ર માસની શરૂઆત થશે અને ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થશે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જે 11 એપ્રિલ સોમવાર સુધી ચાલશે. દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત
પંચાગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 01 એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 11:53 કલાકે શરૂ થશે અને 02 એપ્રિલ, શનિવારે સવારે 11:58 કલાકે સમાપ્ત થશે. નવરાત્રીના પહેલા જ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર ઘટસ્થાપન શનિવાર, 2 એપ્રિલ, 2022 સવારે 06:10થી 08:31 સુધી ઘટસ્થાપન મુહૂર્ત છે. આ સાથે અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:50 સુધી છે.
માતા ઘોડા પર આવશે
એવી ધાર્મિક માન્યતા છે કે, દર વર્ષે નવરાત્રિના દિવસોમાં માતા કોઈને કોઈ વાહન પર સવાર થઈને ધરતી પર આવે છે. અને પરત ફરતી વખતે માતાનું વાહન અલગ હોય છે. ચૈત્ર નવરાત્રિમાં માતા ઘોડા પર સવાર થઈને આવશે. જેને ભાગ્યશાળી માનવામાં આવે છે. બીજી તરફ રવિવાર કે સોમવારથી નવરાત્રિ શરૂ થાય તો માતા હાથી પર સવાર થઈને આવે છે.
કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર સાત અનાજ પાથરી દો. એક બાજુ માટી પાથરીને સાત અનાજ પાથરો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો. તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો. ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ કરવી જોઈએ. કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો. હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો. યાદ રાખો કે અખંડ દીપક પહેલાં પ્રજ્વલિત કરવાનો છે. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો. તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના પૂજા અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર