ચૈત્રી નવરાત્રી : રોજ બોલો મા દુર્ગાના આ 32 નામ, તમામ મહામારી અને સંકટ થશે દૂર

News18 Gujarati
Updated: March 25, 2020, 9:57 PM IST
ચૈત્રી નવરાત્રી : રોજ બોલો મા દુર્ગાના આ 32 નામ, તમામ મહામારી અને સંકટ થશે દૂર
પ્રતિકાત્મક તસવીર

માં ભગવતીએ પોતાના જ ત્રીસ નામોની માળાના એક અદભૂત ગોપનીય રહસ્યમય કિંતુ ચમત્કારી જપનો ઉપદેશ આપ્યો

  • Share this:
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે. માં દુર્ગાની પૂજા અર્ચના અને આરાધના કરવાનો આ અનેરો તહેવાર છે. માં દુર્ગાના નવ દિવસના નવ સ્વરૂપ ભક્તો અને સિદ્ધાંતોને અનંત ફળ આપનારી છે. તેમની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે.

દુર્ગા સપ્તશતીમાં બતાવવામાં આવેલા વર્ણન અનુસાર, મહિષાસુરના વધથી પ્રસન્ન અને નિર્ભય થઈ ગયેલા ત્રિદેવ સહિત દેવતાઓએ પ્રસન્ન ભગવતી પાસે એવા કોઈ અમોધ ઉપાયની યાચના કરી, જે સરળ હોય અને કઠિનથી કઠિન મુશ્કેલીમાં બહાર લાવે. 'હે દેવી! જો તે ઉપાય ગોપનીય હોય તો પણ કૃપા કરી અમને કહો'

માં ભગવતીએ પોતાના જ 32 નામોની માળાના એક અદભૂત ગોપનીય રહસ્યમય કિંતુ ચમત્કારી જપનો ઉપદેશ આપ્યો, જેને કરવાથી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતી, રાજ્યભય અથવા દારૂણ વિપત્તિથી ગ્રસ્ત મનુષ્ય પણ ભયમુક્ત અને સુખી થઈ જાય છે.

માં દુર્ગાને પોતાના આ 32 નામ અતિ પ્રિય છે. તેને સાંભળી તે પુલકિત થઈ જાય છે. દેહશુદ્ધિ બાદ કુશ કે કમ્બલના આસન પર બેસી પૂર્વ તરફ કે ઉત્તર તરફ મોંઢુ રાખી ઘીના દીવાની સામે આ નામની 5/11/21 માળા નવ દિવસ કરી જગત માતા પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવાની યાચના કરવી જોઈએ.

માં દુર્ગાના 32 નામ

ॐ दुर्गादुर्गतिशमनी,

दुर्गाद्विनिवारिणी,

दुर्गमच्छेदनी,

दुर्गसाधिनी,

दुर्गनाशिनी,

दुर्गतोद्धारिणी,

दुर्गनिहन्त्री

दुर्गमापहा,

दुर्गमज्ञानदा,

दुर्गदैत्यलोकदवानला,

दुर्गमा,

दुर्गमालोका,

दुर्गमात्मस्वरुपिणी,

दुर्गमार्गप्रदा,

दुर्गम विद्या,

दुर्गमाश्रिता,

दुर्गमज्ञान संस्थाना,

दुर्गमध्यान भासिनी,

दुर्गमोहा,

दुर्गमगा

दुर्गमार्थस्वरुपिणी,

दुर्गमासुर संहंत्रि,

दुर्गमायुध धारिणी,

दुर्गमांगी,

दुर्गमता,

दुर्गम्या,

दुर्गमेश्वरी,

दुर्गभीमा,

दुर्गभामा,

दुर्गमो,

दुर्गोद्धारिणी।
First published: March 25, 2020, 9:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading