Home /News /dharm-bhakti /Chaitra Navratri 2023: આ શુભ સમયે કરો ચૈત્રી નવરાત્રીના કળશની સ્થાપના, અહીં જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધી

Chaitra Navratri 2023: આ શુભ સમયે કરો ચૈત્રી નવરાત્રીના કળશની સ્થાપના, અહીં જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધી

નવરાત્રીની શરૂઆતમાં ઘરોમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે.

નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રીની શરૂઆતમાં ઘરોમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે દિલ્હીના જ્યોતિષ પંડિત આલોક પંડ્યાએ કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ વિશે જાણકારી આપી છે

વધુ જુઓ ...
Chaitra Navratri 2023:  ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં દેવી દુર્ગાના ભક્તો પૂજા - આરાધના કરીને માતા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે.

નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રીની શરૂઆતમાં ઘરોમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે દિલ્હીના જ્યોતિષ પંડિત આલોક પંડ્યાએ કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ વિશે જાણકારી આપી છે.

આ પણ વાંચો:  Chaitra Navratri 2023: નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવતા પહેલાં જાણી લેજો ખાસ નિયમ, આ મંત્રના જાપથી જ પૂરી થશે પૂજા

ઘટસ્થાપનની વિધિ


ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટે માટીનો કળશ લઈને શુભ સમયે ઈશાન કોણમાં સ્થાપિત કરો. ઘટસ્થાપના પહેલા થોડા ચોખા મુકો, ત્યારબાદ આ ચોખાની ઉપર કળશની સ્થાપના કરો. કળશની ઉપર લાલ ચૂંદડીમાં નાળિયેર બાંધી દો. કળશની અંદર જળમાં 1 રૂપિયાનો સિક્કો નાંખો. તેમજ કળશને નાડાછડી પણ બાંધો. કળશ પર સાથીયો બનાવો. આ કળશની સ્થાપના થતી હોય તે જગ્યા સાફ હોવી જરૂરી છે. પૂજા સ્થળની ઉપર કે તેની આસપાસ કોઈ કબાટ કે ભારે વસ્તુઓ ન મુકવી જોઈએ.

ઘટસ્થાપન માટે શુભ મૂહુર્ત


ચૈત્ર નવરાત્રી 22 માર્ચ, 2023થી શરૂ થઈ રહી છે. આ દિવસે ઘટ સ્થાપન માટે શુભ સમય સવારે 6:23 થી 07:32 સુધીનો છે. આ સમયની વચ્ચે ઘટ સ્થાપના કરવી ખબ જ શુભ રહેશે.

આ પણ વાંચો:  Swapna Shastra: સ્વપ્નમાં પોતાનું અથવા પ્રિયજનનું મૃત્યુ દેખાવું શુભ છે કે અશુભ? અહીં જાણો શું છે તેનો અર્થ

નવરાત્રીના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગામાં માતા શૈલપુત્રી પ્રથમ અવતાર છે. કેટલાક લોકો કળશ સ્થાપનાની સાથે અખંડ જ્યોત (દીવો) પણ પ્રગટાવે છે. જેથી અખંડ જ્યોત બુઝાઈ જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આ અખંડ દીવો નવરાત્રિ પૂરી થાય તે દિવસે જ શાંત કરવામાં આવે છે.

કળશની સ્થાપના કર્યા બાદ પૂજા વિધી


નવરાત્રિના પ્રથમ દિવસે કળશમાં આંબાના લીલાં પાન, દુર્વા, પંચામૃત ઉમેરીને તેના મુખે સૂત્ર બાંધો. કળશ સ્થાપન બાદ ભગવાન ગણેશની પૂજા કરો. આ પછી વિધિ-વિધાન સાથે માતાજીની ધાતુ, પથ્થર કે માટીની મૂર્તિને બેસાડો. ત્યારબાદ અર્ઘ્ય, અચમાયા, કાપડ, ગંધ, અક્ષત, ફૂલો, અગરબત્તી, દીવો, નૈવેદ્ય, અચમન, પુષ્પાંજલિ, નમસ્કાર, પ્રાર્થના વગેરેથી મૂર્તિની પૂજા કરો. આ પછી દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.



દુર્ગા સ્તુતિ પછી માતા દુર્ગાની આરતી કરો અને ઘરમાં તથા આસપાસ પ્રસાદ વહેંચો. પ્રતિપદાના દિવસે ઘણા લોકો ઘરમાં જ્વારા પણ વાવે છે. નોમના દિવસે આ જ્વારા માથા પર મુકીને નદી કે તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે. આઠમ અને નોમને મહાતિથી માનવામાં આવે છે. આ બંને દિવસે પારાયણ બાદ હવન કરવામાં આવે છે. આ દિવસે ગોરણી જમાડવી પણ ફળદાયી માનવામાં આવે છે.
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti, Durga puja, Navrati, Shubh muhurat

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો