Home /News /dharm-bhakti /Chaitra Amavasya 2022 Upay: સુખ-સમૃદ્ધિ, ધન અને પુત્ર પ્રાપ્તિ માટે ચૈત્ર અમાસ પર કરો આ ઉપાય

Chaitra Amavasya 2022 Upay: સુખ-સમૃદ્ધિ, ધન અને પુત્ર પ્રાપ્તિ માટે ચૈત્ર અમાસ પર કરો આ ઉપાય

ચૈત્ર અમાસના દિવસે કેટલાક ઉપાયો કરીને સુખ-સમૃદ્ધિ, ધન અને પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે. (Photo Credit: Pixabay)

Chaitra Amaas 2022 Upay: ચૈત્ર અમાસના અવસર પર કેટલાક ઉપાયો કરવામાં આવે છે, જેનાથી સુખ-સમૃદ્ધિ, ધન અને પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તમારા પિતૃઓને પ્રસન્ન કરો.

Chaitri Amas 2022 Upay: ચૈત્ર અમાસ 1 એપ્રિલના દિવસે ગુરુવારે છે. તેના પછીના દિવસથી ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri 2022)નો પ્રારંભ કળશ સ્થાપનાથી થશે. ચૈત્ર અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક દાન આપવામાં આવે છે. સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અમાસનો દિવસ પિતૃઓની પૂજા માટે પણ હોય છે. આ દિવસે સ્નાન કર્યા બાદ પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ વગેરે કરવામાં આવે છે. ચૈત્ર અમાસના અવસર પર કેટલાક ઉપાયો કરવામાં આવે છે, જેનાથી સુખ-સમૃદ્ધિ, ધન અને પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે. ચાલો જાણીએ આ ઉપાયો (Chaitra Amavasya Tips) વિશે.

અમાસના ઉપાય

1. જો તમે નિઃસંતાન છો અથવા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તમારા પિતૃઓને પ્રસન્ન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો પિતૃ નારાજ રહે છે, તો તેઓ શ્રાપ આપે છે, જેનાથી વંશ વૃદ્ધિ પ્રભાવિત થાય છે. એવામાં તેમને તૃપ્ત કરીને પ્રસન્ન કરો. આ માટે તમે સવારે સ્નાન કરો, પછી પિતૃઓને જળ તર્પણ કરો. કાળા તલ, અક્ષત અને જળથી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. પિતૃઓના આત્મસંતોષ માટે પિંડદાન, બ્રાહ્મણોને ભોજન, ભોજનનો એક અંશ ગાય અને કાગડાને ખવડાવવામાં આવે છે. પિતૃઓ જ્યારે ખુશ થાય છે, તો તેઓ વંશ વૃદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને સુખી જીવનના આશીર્વાદ આપે છે.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિમાં આ રાશિવાળા લોકોનો થશે ભાગ્યોદય, ધન-દોલત સાથે મળશે સફળતા

2. અમાસના દિવસે તમે લોટની ગોળીઓ બનાવો. પછી તેને માછલીને ખવડાવો. આમ કરવાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે. તમારા પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.

3. અમાસની સાંજે તમે ધન, ઐશ્વર્ય અને વૈભવની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય કરી શકો છો. આ માટે તમે ઘરના ઈશાન કોણમાં લાલ બત્તી અને ઘીનો દીવો પ્રગટાવો. તેમાં થોડું કેસર ઉમેરો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન અને સંપત્તિમાં વધારો થશે.

આ પણ વાંચો: ચૈત્રી અમાસ પર બની રહ્યા છે આ 4 યોગ, કરો કાલસર્પ દોષ મુક્તિના ઉપાય

4. ચૈત્રી અમાસે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષની વિધિવત પૂજા કરો. ત્યાં જનેઉ, ફૂલ, ધૂપ, દીવો અને જળ ચઢાવો. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. પીપળાની પૂજા કરવાથી સુખ-શાંતિ વધે છે.

5. ચેત્ર અમાસના દિવસે સવારે સ્નાન કરો અને દરરોજ પૂજા કરો. ત્યારપછી રાત્રે પાનના કટોરામાં 5 લાલ ફૂલ અને 5 દીવા એક પ્રગટાવી રાખો. પછી તેને નદીમાં પ્રવાહિત કરો. આમ કરવાથી ધન અને સંપત્તિમાં વૃદ્ધિનો યોગ બને છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Chaitri navratri 2022, Dharm Bhakti, ધર્મભક્તિ