Home /News /dharm-bhakti /

Chaitra Amaas 2022: ચૈત્રી અમાસ પર બની રહ્યા છે આ 4 યોગ, કરો કાલસર્પ દોષ મુક્તિના ઉપાય

Chaitra Amaas 2022: ચૈત્રી અમાસ પર બની રહ્યા છે આ 4 યોગ, કરો કાલસર્પ દોષ મુક્તિના ઉપાય

ચૈત્ર માસની અમાસ 1 એપ્રિલ, શુક્રવારે છે. (Image credit- Pixabay)

Chaitra Amaas 2022: અમાસના દિવસે કુંડળીમાં પ્રવર્તતા કાલસર્પ દોષથી છૂટકારો મેળવવાના ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ ચૈત્ર અમાસ પર બનનારા યોગ તેમજ કાલસર્પ દોષ (Kaal Sarp Dosh Upay)થી મુક્તિ મેળવવાના ઉપાયો.

    Chaitra Amaas 2022: ચૈત્ર માસની અમાસ 1 એપ્રિલ, શુક્રવારે છે. આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ છે. ત્યારપછીથી ચૈત્ર શુક્લ પ્રતિપદા શરૂ થશે, ત્યારથી નવરાત્રિ શરૂ થઇ જશે. આ વર્ષે ચૈત્ર અમાસની તિથિ 31 માર્ચ, ગુરુવારે બપોરે 12.22 કલાકે શરૂ થઈ રહી છે, આ તિથિનું સમાપન પછીના દિવસે 1 એપ્રિલે સવારે 11.53 કલાકે થઈ રહ્યું છે. અમાસનું સ્નાન દાન સૂર્યોદયના સમયથી થાય છે, એવામાં ચૈત્ર અમાસનું સ્નાન અને ઉપાય 1 એપ્રિલે કરવામાં આવશે. ચૈત્ર અમાસના દિવસે નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાની પરંપરા છે. તે દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા તર્પણ, પિંડદાન વગેરે કરવામાં આવે છે. તેનાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. જ્યારે પૂર્વજો પ્રસન્ન થાય છે, ત્યારે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

    અમાસના દિવસે કુંડળીમાં પ્રવર્તતા કાલસર્પ દોષથી છૂટકારો મેળવવાના ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ ચૈત્ર અમાસ પર બનનારા યોગ (Chaitra Amaas 2022 Yog) તેમજ કાલસર્પ દોષ (Kaal Sarp Dosh Upay)થી મુક્તિ મેળવવાના ઉપાયો.

    આ પણ વાંચો: આત્મવિશ્વાસનો અભાવ દૂર કરવા અપનાવો આ જ્યોતિષ અને વાસ્તુ ટિપ્સ

    ચૈત્ર અમાસ 2022 બ્રહ્મ અને ઇન્દ્ર યોગ

    1 એપ્રિલે ચૈત્ર અમાસના દિવસે સવારથી જ બ્રહ્મ યોગ રચાયો છે, જે સવારે 09:37 સુધી છે. તેના પછીથી ઈન્દ્ર યોગ શરૂ થઈ રહ્યો છે. આ બંને યોગ શુભ માનવામાં આવે છે. સવારે 10.40 થી સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે. આ યોગમાં શુભ કાર્યો સફળ થાય છે. ચૈત્ર અમાસ પર ભાદ્રપદ અને રેવતી નક્ષત્રનો પણ સંયોગ છે.

    અમાસના દિવસે કાલસર્પ દોષથી મુક્તિના ઉપાય

    1. ચૈત્રી અમાસના દિવસે કાલસર્પ દોષથી મુક્તિ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે, ભગવાન શિવની પૂજા કરવી. આ દિવસે તમે કોઈ શિવ મંદિરમાં જાઓ અને ભગવાન શિવની વિધિસર પૂજા કરો. પૂજા સમયે સાકર અને દૂધ જરૂર ચઢાવો. શિવ કૃપાથી તમામ દોષ દૂર થાય છે.

    આ પણ વાંચો: એપ્રિલ 2022માં દુર્લભ સંયોગ! શનિ સહિત તમામ 9 ગ્રહ બદલશે રાશિ, જાણો કેવી રહેશે અસર

    2. અમાસના દિવસે નદીમાં સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ ચાંદીના બનેલા નાગ અને નાગણની પૂજા કરવાની હોય છે. કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે તેમને પ્રાર્થના કરવાની હોય છે. પછી તે નાગ અને નાગિનને વહેતા પાણીમાં પ્રવાહિત કરવાના હોય છે.

    3. જો તમે દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરતા હો, તો તમે કાલસર્પ દોષથી મુક્તિ મેળવી શકો છો.

    4. કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે રાહુની પૂજા કરવામાં આવે છે. તમે કોઈપણ શિવ મંદિરમાં રાહુની પૂજા કરી શકો છો.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amavasya, Chaitri navratri 2022, Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર