Home /News /dharm-bhakti /કપૂરના ઉપાયઃ કપૂરના ચમત્કારી ફાયદા તમે નહિ જાણતા હોવ, નવરાત્રીમાં આ રીતે કરો ઉપાય

કપૂરના ઉપાયઃ કપૂરના ચમત્કારી ફાયદા તમે નહિ જાણતા હોવ, નવરાત્રીમાં આ રીતે કરો ઉપાય

કપૂરના ચમત્કારી ફાયદા

Kapur Upay: કપૂરથી જોડાયેલા કેટલાક ઉપાય એવા છે, જેને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કપૂરનો ઉપયોગ કરવાથી ઘરમાંથી નેગેટિવ શક્તિ દૂર થાય છે પોઝિટિવ શક્તિ આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ કપૂરનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે.

    પૂજા-પાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂરથી આરતી કરવામાં આવે છે અને હવનમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે જ રીતે નવરાત્રીમાં કપૂરના તમે કેટલાક ઉપાય કરી ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો. આજે અમે તમને એવા જ કપૂરના કેટલાક ફાયદા જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે.

    ખરેખર કપૂરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ફેલાવવાની શક્તિ હોય છે. ધર્મ જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનું ઘણું મહત્વ પણ છે. તેના ઉપયોગથી ગ્રહ દોષ, વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે જ કપૂર વાતાવરણ પણ શુદ્ધ કરી દે છે. કપૂર તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તમે રોજિંદા જીવનમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. આજે આપણે કપૂરના સરળ ઉપાય જાણીએ જે ધન સંપત્તિ, સુખ, સારું લગ્ન જીવન આપે છે.

    આર્થિક તંગી: નવરાત્રીમાં કપૂરથી માતાની આરતી કરવું ખુબ શુભ માનવામાં આવે છે. રોજ સવારે કપૂરને આખા ઘરમાં ફેરવો અને સાચા મનથી લક્ષ્મી માતાની પૂજા અને આરતી કરો. માન્યતા છે કે આનાથી ગરીબ પણ ધનવાન બની જશે.

    પૈસા હાથમાં ટકતા નથી: તમારા જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ પૈસા હાથમાં ટકતા જ નથી અથવા ફરી જરૂરીઆત વગરના ખર્ચ થઇ રહ્યા છે અથવા લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી તો ગુલાબના ફૂલમાં કપૂર સળગાવી માતા દુર્ગાને અર્પિત કરો. એનાથી આ સમસ્યા દૂર થશે.

    સફળતા: લાખ કોશિશો છતાં પણ કોઈ કામમાં સફળતા નથી મળી રહી. એટલે કોઈના કોઈ રૂપે અડચણ આવી રહી છે તો નવરાત્રીના દિવસોમાં એક ચાંદીની વાટકીમાં કપૂર અને લવંગ સળગાવી આખા ઘરમાં ફેરવો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમારા કામ આવી રહેલ અડચણ દૂર થશે અને તમને સફળતા મળશે.

    બીમારી દૂર થશે: તમને કોઈ બીમારી છે અને લાંબા સમયથી ઈલાજ છતાં પણ ફાયદો થઇ રહ્યો નથી તો પાણીમાં કપૂરના બે ટીપા નાખી સ્નાન કરો. કહેવાય છે કે આવું કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને નેગેટિવ એનર્જી દૂર રહેશે અને ધીરે-ધીરે બીમારી દૂર થઇ જશે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Navratri 2022, Vastu shastra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन