Home /News /dharm-bhakti /ધનતેરસ પર આ 3 રાશિઓ માટે સોનુ-ચાંદી ખરીદવું અત્યંત શુભ, આખુ વર્ષ રહેશે મોજ

ધનતેરસ પર આ 3 રાશિઓ માટે સોનુ-ચાંદી ખરીદવું અત્યંત શુભ, આખુ વર્ષ રહેશે મોજ

ધનતેરસ પર કઇ રાશિઓ માટે સોનુ-ચાંદી ખરીદવું લાભકારક રહેશે.

Dhanteras 2022 : ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો ધનતેરસનો દિવસ કઇ રાશિઓ માટે ખરીદી માટે શુભ રહેશે.

Happy Diwali 2022: દિવાળીનો પાવન પર્વ આવવાનો છે. દિવાળીના તહેવાર પર સોનુ-ચાંદી ખરીદવું લાભકારી માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે ધનતેરસ પર સૂર્ય ગ્રહણ લાગવા ઉપરાંત શનિદેવની ચાલમાં પરિવર્તન થઇ રહ્યું છે.

જેના કારણે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે ગ્રહોની સ્થિતિથી તેમના માટે સોના-ચાંદી ખરીદવું શુભ રહેશે કે નહી. તેવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે ધનતેરસ પર કઇ રાશિઓ માટે સોનુ-ચાંદી ખરીદવું લાભકારક રહેશે.

આ પણ વાંચો : ધનતેરસ પર સોના-ચાંદીના બદલે ખરીદો 10 રૂપિયાની આ વસ્તુ, આખુ વર્ષ ધન-ધાન્યથી ભરેલુ રહેશે ઘર

ગોવર્ધન પૂજાના દિવસે સૂર્યગ્રહણ


આ વર્ષે ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરે છે. આ દિવસે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ પણ છે. ગ્રહણ કાળમાં સૂર્ય તુલા રાશિમાં હશે અને તેની સાથે શુક્ર ગ્રહ પણ હશે.

કઇ રાશિઓ માટે ખરીદી લાભકારક


આ વર્ષે સૂર્ય ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં લાગશે. સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર તમામ તુલા રાશિમાં રહેશે. તુલા રાશિ શનિ માટે ઉચ્ચ તથા સૂર્ય માટે નીચની રાશિ છે. 23 ઓક્ટોબરથી શનિ મકર રાશિમાં માર્ગી થઇ જશે. તેવામાં શનિની દસમી દ્રષ્ટિ આ રાશિ પર રહેશે. તેવામાં તુલા, કર્ક, મેષ તથા મકર રાશિના જાતકો માટે સોનુ ખરીદવુ લાભકારક નહીં રહે.

આ પણ વાંચો : માન્યતા : પંચકમાં મૃત્યુ થાય તો પાંચ લોકોના જાય છે જીવ, રાવણનું પણ આ જ કાળમાં થયું હતું મોત



વૃષભ, સિંહ, વૃશ્ચિક તથા કુંભ રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ સારા પરિણામ લાવી શકે છે. આ દિવસે સૂર્ય સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું લાભકારક રહેશે. આ રાશિના લોકોને સોના-ચાંદીની ખરીદીમાં આંશિક લાભ મળી શકે છે.

મિથુન, કન્યા તથા ધનુ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ સૌથી વધુ લાભકારક રહેશે. તેવામાં આ રાશિના જાતકો સોના-ચાંદીમાં રોકાણ કરી શકે છે. જ્યોતિષ ગણના અનુસાર, આ રાશિઓના સોના-ચાંદીમાં ધન રોકાણથી જીવનમાં સુખ-સમૃદ્ધિ તથા ખુશહાલી પ્રાપ્ત થઇ શકે છે.
First published:

Tags: Astro, Astro Tips, Dhanteras, Zodiac sign