Home /News /dharm-bhakti /ગુરૂવારનાં દિવસે કરો આ વસ્તુઓની ખરીદી, ગુરુ થશે મજબૂત, વધશે પૈસા

ગુરૂવારનાં દિવસે કરો આ વસ્તુઓની ખરીદી, ગુરુ થશે મજબૂત, વધશે પૈસા

ગુરુવારનાં ઉપાય

Guruwar Tips: ગુરુવારનાં દિવસે જોડાયેલી ઘણી માન્યતાઓ ઘણી પ્રચલિત છએ. જેમ કે આપે સાંભળ્યું હશે કે, ગુરુવારનાં દિવસે વાળ કાપવાં, નખ કાપવાં કે માધુ ધોવાથી મનાઇ કરવામાં આવે છે.

  Thursday Astro Tips: હિન્દૂ ધર્મમાં ગુરવારનો દિવસ ભગવાન વિષ્ણું અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની (Vishnu Puja) આરાધના કરવાથી માતા લક્ષ્મીનાં (Maa Laxmi) પણ આશીર્વાદ મળે છે ગુરુવારનાં (Guruwar Na Upay) દિવસે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જેમ આપે સાંભળ્યું હશે કે ગુરુવારનાં દિવસે વાળ કાપવાં, નખ કાપવાં કે માથુ ધોવાથી મનાઇ કરવામાં આવે છે. કહેવાય છે કે, ગુરુવારનાં દિવસે આ બધા કાર્ય કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ રીતે કોઇપણ વસ્તુની ખરીદારી માટે પણ આજનાં દિવસ માટે ઘણી માન્યાઓ છે. આજનાં દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને પૈસા પણ આવે છે. જો કુંડળીમાં (kundali) ગુરુ નબળો છે તો આ ઉપાય અવશ્ય કરી જોજો

  ગુરુવારે શું ખરીદવું અને શું ન ખરીદવું? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે સોનું, ચાંદી અને કપડા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ગુરુ ગ્રહ મજબૂત માનવામાં આવે છે. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને આ દિવસે ખરીદવી અશુભ માનવામાં આવે છે. તે વસ્તુઓ છે, આ દિવસે કોઈપણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુ જેવી કે છરી, કાતર અથવા લોખંડની ખરીદી ન કરવી. આ દિવસે પૂજા સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ ખરીદવી ન જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ગુરુવાર સંબંધિત આ નિયમોનું ધ્યાન રાખે છે તેની કુંડળી મજબૂત રહે છે.

  આ પણ વાંચો-Rakshbandhan 2022: આપને પણ રક્ષાબંધનની તારીખ અંગે છે કોઇ કંફ્યૂઝન? જાણો 11 કે 12 ઓગસ્ટ કયારે બાંધવી રાખડી

  મહિલાઓએ ગુરુવારે ન કરવું જોઈએ આ કામઃ કુંડળીમાં ગુરૂ ગ્રહ પતિ અને સંતાનનો કારક માનવામાં આવે છે. તેથી, ગુરુવારે મહિલાઓને કેટલીક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ. તેમજ વાળ કાપવા જોઈએ નહીં. આ ખામીયુક્ત માનવામાં આવે છે. તેની સીધી અસર પતિ અને બાળકોના જીવન પર પડે છે.

  આ પણ વાંચો-Mangal Gochar 2022: 3 રાશિઓની બદલાશે કિસ્મત, કોથળાભરીને ઘરમાં આવશે ધન

  ગુરુવારે ભૂલીને પણ ન કરો આ કામઃ કહેવાય છે કે આ દિવસે ન તો સાબુનો ઉપયોગ કરવો જોઈએ અને ન તો કપડાં ધોવા જોઈએ. આ દિવસે સાબુનો ઉપયોગ કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. જો કપડાં ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો કપડાંને ફક્ત પાણીમાંથી બહાર કાઢીને સૂકવી દો. આમ કરવામાં કોઈ દોષ રહેશે નહીં.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Astro Tips, Guruwar, Guruwar na upay, Guruwar tips

  विज्ञापन
  विज्ञापन