Dhanteras 2021: ધનતેરસના દિવસે આ સમયે કરો સોના-ચાંદીની ખરીદી, જુઓ શુભ મુહૂર્ત

ધનતેરસના દિવસે સોનાચાંદીની ખરીદી કરવાનો ખાસ સમય

Dhanteras 2021 : દિવાળીનો 5 દિવસનો તહેવાર 2 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 2 નવેમ્બરના રોજ મંગળવારે ધનતેરસ (Dhanteras 2021) છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસની ઊજવણી કરવામાં આવે છે.

  • Share this:
    Dhanteras 2021 : દિવાળીનો 5 દિવસનો તહેવાર 2 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 2 નવેમ્બરના રોજ મંગળવારે ધનતેરસ (Dhanteras 2021) છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસની ઊજવણી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ કારણોસર આ પર્વને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સૌથી વધુ ખરીદી કરે છે. માન્યતા છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. મોટાભાગના લોકો આ દિવસે સોનુ, ચાંદી, વાસણ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. આ દિવસે રોકાણ કરવાને પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ કારણોસર અનેક લોકો આ દિવસે જમીન, મકાન તથા અન્ય વસ્તુઓની ખરીદી કરે છે.

    ધનતેરસ પર ત્રણ ગ્રહનું સંયોજન

    ધનતેરસના દિવસે ત્રણ ગ્રહોએ સાથે મળીને એક અન્ય શુભ સંયોગ બનાવ્યો છે. સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ ધનતેરસના દિવસે તુલા રાશિમાં ગોચર કરશે. બુધ અને મંગળ ગ્રહ મળીને ધન યોગનું નિર્માણ કરે છે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ યોગને રાજયોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તુલા રાશિમાં પણ આ યોગ બની રહ્યો છે, જેને વેપારની કારક રાશિ માનવામાં આવે છે. મંગળ અને બુધની યુતિને વેપાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણોસર કારોબારીઓ આ દિવસે રોકાણ કરીને નવા વ્યવસાયનો આરંભ કરે તો, આવનારા સમયમાં આર્થિક રીતે સદ્ધર થઈ શકે છે.

    આ પણ વાંચો: Dhanteras 2021: સોના-ચાંદી ઉપરાંત આ વસ્તુઓની ખરીદી કરવાથી પણ તમારા પર થશે લક્ષ્મીની કૃપા

    ધનતેરસનું મહત્વ

    ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે. આ દિવસે લોકો ખાસ કરીને ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ધનતેરસ પર માતા લક્ષ્મીની સાથે ભગવાન કુબેર અને ધન્વંતરીની પૂજા કરે છે, તેનું ઘર હંમેશા ધન, આરામ અને વૈભવથી ભરેલું રહે છે. ધનતેરસ પર, મોટાભાગના લોકો સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓની ખરીદી કરે છે અને તેના માટે શુભ સમયને ધ્યાનમાં લે છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં સોના-ચાંદીથી બનેલા વાસણો અથવા આભૂષણો ખરીદવાથી ખૂબ જ શુભ ફળ મળે છે.

    આ પણ વાંચો: જાણો ઘરમાં શંખ રાખવાથી શુ થશે ફાયદા, વાસ્તુ અને સ્વાસ્થ્યમાં શંખનાદનું અનોખું મહત્વ

    સોના-ચાંદીની ખરીદી કરવાનો શુભ સમય

    ધનતેરસના તહેવારે સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા માટે સાંજે 06.20 થી 08.11 સુધીનો સમય શુભ રહેશે. આ સિવાય જો સવારનું મુહૂર્ત માનવામાં આવે તો તમે સવારે 11.30 વાગ્યાથી ખરીદી કરી શકો છો, પરંતુ 2 નવેમ્બરે રાહુકાળ દરમિયાન ધનતેરસ પર શુભ ખરીદી ટાળો. તે જ સમયે, ઘર માટે વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદવાનો સમય સાંજે 7.15 થી 8.15 સુધીનો છે.
    Published by:kuldipsinh barot
    First published: