Home /News /dharm-bhakti /

Business Vastu Tips: આ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરવાથી બિઝનેસમાં મળશે જોરદાર સફળતા

Business Vastu Tips: આ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરવાથી બિઝનેસમાં મળશે જોરદાર સફળતા

આ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરવાથી બિઝનેસમાં આવશે ગ્રોથ

Business Vastu Tips: વાસ્તુ અનુસાર ઘર અને ઓફિસ, અને દુકાન હોવાથી સ્વાસ્થ્ય સારુ (Health), ઈનકમ (Income)માં વૃદ્ધિ, કાર્યમાં સફળતા (Success) અને ઉન્નતિ (Growth) મળે છે. આવે જાણીએ બિઝનેસમાં સફળતા મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વાસ્તુ ટિપ્સ વિશે.

વધુ જુઓ ...
    Business Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ, બિઝનેસ, દુકાન વાસ્તુના નિયમો અંગે જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર ઘર, ઓફિસ, દુકાન હોવાથી સ્વાસ્થ્ય સારુ (Health), ઈનકમ (Income)માં વૃદ્ધિ, કાર્યમાં સફળતા (Success) અને ઉન્નતિ (Growth) મળે છે. આ સ્થળો પર જ્યારે વાસ્તુ દોષ હોય છે, ત્યારે તેમાં દુષ્પ્રભાવ સેહત, ઈનકમ, બિજનેસ, નૌકરી વગેરે પર થાય છે. જો તમારા બિઝનેસમાં પ્રગતિ નથી થઈ રહી તો સફળતા મેળવવા માટે વાસ્તુની અમુક ટ્રિકનો ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તમને સફળતા મળી શકે છે. આવો જાણીએ બિઝનેસમાં સફળતા અપાવવા માટેના કેટલા વાસ્તુના નુસખાઓ વિશે.

    સફળ બિઝનેસના વાસ્તુ ઉપાયો

    1. તમે તમારી ઓફિસ, દુકાન અથવા ફેક્ટરીમાં સફેદ અથવા તો ક્રીમ કલર કરી શકો છો, આ રંગોથી સકારાત્મકતા પ્રવાહ થાય છે. જેનાથી સફળતા મેળવામાં સરળતા રહે છે.

    2. વાસ્તુ અનુસાર ઘર, ઓફિસ, દુકાન અથવા તો ફેક્ટરીમાં ઉત્તર દિશા કુબેરની માનવામાં આવે છે. તેથી તમે તમારુ કેશ કાઉન્ટર ઉત્તર દિશા તરફ રાખી શકો છે જેનાથી તમને ધનનો લાભ થઈ શકે છે.

    3. અહીં લગાવવામાં આવેલા દરવાજા અંદરની તરફ ખુલતા હોવા જોઈએ. તેમજ તમામ વસ્તુઓ જેવી કે બારી, દરવાજા, કબાટ વગેરે સંપૂર્ણ સ્થિતિમાં હોવી જોઈએ, તૂટેલી ન હોવી જોઈએ. જો તેઓ ખરાબ છે, તો તેમને સમારકામ કરાવી લેવું જોઈએ.

    આ પણ વાંચો: દલિત યુવકનું અપહરણ કરી બાંધીને લાકડી વડે માર માર્યો, દારૂ બાદ પીવડાવ્યો પેશાબ

    4. ઓફિસમાં જે પણ મીટિંગ હોલ હોય, તેમાં લંબચોરસ ટેબલનો ઉપયોગ કરો. દુકાનો વગેરેમાં સમાન ટેબલનો ઉપયોગ કરી શકાય છે.

    5. વ્યવસાયમાં પ્રગતિ માટે, તમે તમારા ટેબલ પર શ્રીયંત્ર, વ્યાપર વૃદ્ધિ યંત્ર, ક્રિસ્ટલ ટર્ટલ, ક્રિસ્ટલ બોલ, હાથી વગેરે રાખી શકો છો. આ શુભતાના પ્રતીકો છે, આ પ્રગતિ માટે સકારાત્મક વાતાવરણ બનાવે છે.

    6. વેપારમાં પ્રગતિ માટે, તમારે કાર્યસ્થળ પર પંચજન્ય શંખ સ્થાપિત કરવું જોઈએ અને નિયમિત વિધિઓ સાથે તેની પૂજા કરવી જોઈએ. તમને ફાયદો થશે. શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે કારણ કે, બંનેની ઉત્પત્તિ સમુદ્ર મંથનથી થઈ હતી. શંખની પૂજાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

    આ પણ વાંચો: અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી, અનેક રાજ્યોમાં ઈમરજન્સી, 7 કરોડ લોકો પ્રભાવિત

    7. કામના સ્થળે ધંધાના માલિકનો ઓરડો દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય અને બેસતી વખતે ઉત્તર દિશા તરફ હોય તો શ્રેષ્ઠ છે. તમે જ્યાં બેસો છો તેની પાછળ એક નક્કર દિવાલ હોવી જોઈએ. કાચની દિવાલો કે બારીઓ ન હોવી જોઈએ.

    8. ઓફિસનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં હોય તો તે ખૂબ જ શુભ છે. મુખ્ય દ્વાર ઉત્તર-પશ્ચિમ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું સારું માનવામાં આવે છે. મુખ્ય દ્વારની સામે કોઈપણ પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ. આના કારણે કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પ્રગતિ થાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Dharma bhakti, Vastu tips, વાસ્તુ ટિપ્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन