Home /News /dharm-bhakti /ભગવાન ગણેશને ખુબ જ પ્રિય છે આ વસ્તુઓ, બુધવારે કરો વિશેષ પૂજા થશે દરેક ઈચ્છા પુરી

ભગવાન ગણેશને ખુબ જ પ્રિય છે આ વસ્તુઓ, બુધવારે કરો વિશેષ પૂજા થશે દરેક ઈચ્છા પુરી

બુધવારના ઉપાય

Budhwar Ganesh Puja: હિન્દુ ધર્મમાં, દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે. જો કે કોઈપણ પૂજામાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, પરંતુ બુધવારે ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો સવારે સ્નાન કરીને ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરે છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામા આવે છે. કોઈ પણ શુભ કાર્ય હોય કે પૂજા સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં માન્યતાઓ અનુસાર દરેક દિવસ દેવી-દેવતાઓને પામર્પિત છે. એજ રીતે બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવાથી દરેક કામ થઇ જાય છે. આ દિવસ સવારે સ્નાન-ધ્યાન કરી વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આઓ આજે તમને જણાવીએ છે કે ભગવાન ગણેશજીની પૂજામાં શું-શું ચઢાવવામાં આવે છે, જેનાથી ભગવાનજી ખુબ થાય છે અને દરેક મનોકામના પુરી કરે છે.

1. દુર્વાઃ ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ઘણી જૂની છે. એવું માનવામાં આવે છે કે ગણપતિને દુર્વા ખૂબ જ પ્રિય છે. 3 અથવા 5 પાંદડાવાળી દૂર્વા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણપતિજી દુર્વા ચઢાવવાથી પ્રસન્ન થાય છે. જ્યારે પણ તમે ગણેશ મંદિરમાં જાઓ અથવા ગણેશજીની પૂજા કરો ત્યારે તેમને દુર્વા ચઢાવો.

2. ફૂલ: દેવી-દેવતાઓની પૂજામાં ફૂલ ચોક્કસપણે ચઢાવવામાં આવે છે. ભગવાન ગણેશને પણ ફૂલો ખૂબ ગમે છે. જો કે, ગણેશજીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. પરંતુ પૂજા સમયે કોઈ ફૂલ ચઢાવવામાં આવે તો ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે.

આ પણ વાંચો:  કાળી બિલાડી રસ્તો કાપી જાય તો શા માટે માનવામાં આવે છે અશુભ? રાહુ સાથે છે સબંધ

3. મોદકઃ ભગવાન ગણેશને લાડુ અથવા મોદક ખૂબ પ્રિય છે. ગણેશ પૂજામાં ભગવાનને મોદક જરૂર ચઢાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં દરેક ઘરમાં ખાસ કરીને ભગવાન ગણેશની પૂજા માટે અલગ-અલગ પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મોદક ઉપરાંત ગણેશજીને મોતીચૂરના લાડુ પણ પસંદ છે.

4. સિંદૂરઃ ભગવાન ગણેશને સિંદૂર પણ ખૂબ પ્રિય છે. સિંદૂર મંગળનું પ્રતીક છે. ગણપતિ સિંદૂર ચઢાવવાથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. ગણેશ પૂજાના સમયે ભગવાનને સિંદૂર ચઢાવો.

આ પણ વાંચો:  કરો કેળાના વૃક્ષના આ 4 ઉપાય, ક્યારેય નહિ થાય પૈસાની તંગી, ખિસ્સા હંમેશા રહેશે ભરેલા



5. કેળાઃ કેળા ભગવાન ગણેશને પણ ખૂબ પ્રિય છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશને ક્યારેય એક કેળું ન ચઢાવવું જોઈએ. કેળા હંમેશા જોડીમાં ગણેશજીને અર્પણ કરવા જોઈએ. આ સિવાય પૂજામાં અન્ય ફળ પણ ચઢાવી શકાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યુઝ 18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
First published:

Tags: Budhvar na upay, Dharm Bhakti