Home /News /dharm-bhakti /

Budh Vakri: વૃષભ રાશિમાં બુધની ઉલટી ચાલ શરુ, જાણો કઈ રાશિના લોકોનો થશે ભાગ્યોદય

Budh Vakri: વૃષભ રાશિમાં બુધની ઉલટી ચાલ શરુ, જાણો કઈ રાશિના લોકોનો થશે ભાગ્યોદય

બુધ વૃષભ રાશિમાં 3 જૂન સુધી વક્રી અવસ્થામાં રહેશે.

Budh Vakri 2022: આજથી એટલે કે 10 મેથી બુધ ગ્રહની ઉલટી ચાલ શરુ થઈ ગઈ છે. બુધ વૃષભ રાશિમાં 3 જૂન સુધી વક્રી અવસ્થામાં રહેશે. જાણો તેને લીધે કઈ રાશિના લોકોનો ભાગ્યોદય થશે.

    Budh Vakri 2022: ગ્રહોમાં થતા પરિવર્તનનો વ્યક્તિના જીવનના વિવિધ મોરચે ઊંડો પ્રભાવ પડે છે. જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય છે એટલે કે પોતાની ઉલટી ચાલ ચાલે છે, તો તેની અસર અમુક રાશિના લોકો પર શુભ થાય છે, તો અમુક પર તેનો દુષ્પ્રભાવ પડે છે. આજથી એટલે કે 10 મેથી બુધ ગ્રહ (Mercury)ની ઉલટી ચાલ શરુ થઈ ગઈ છે. બુધ વૃષભ રાશિ (Taurus)માં 3 જૂન સુધી વક્રી અવસ્થામાં રહેશે. વૃષભ રાશિમાં બુધના પ્રભાવ સ્વરૂપ રાહુના દોષોમાં પણ ઘટાડો થઈ શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ માટે બુધનું વક્રી થવું લાભદાયી સાબિત થશે.

    મીન રાશિ: આ રાશિના લોકો માટે બુધની ચાલ શુભ ફળ આપનારી સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. દરેક કામમાં સફળતા મળવાનો યોગ જણાશે. નવા માર્ગ ખુલશે. નોકરીમાં લાભ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. એકાધિક માધ્યમથી પણ કમાણી થઈ શકે છે.

    આ પણ વાંચો: વૈશાખ પૂર્ણિમાને શા માટે કહેવાય છે બુદ્ધ પૂર્ણિમા? જાણો તારીખ, મુહૂર્ત અને વ્રતના લાભ

    કુંભ રાશિ: આ રાશિના જાતકોને દરેક કામમાં સોનેરી સફળતા મળવાની શક્યતા છે. આવકમાં અચાનક વધારો થવાના યોગ છે. આ સમયગાળામાં બનાવેલી યોજનાઓ સફળ થવાની પ્રબળ સંભાવના છે. બિઝનેસ વાળા લોકોને સારો એવો નફો થશે.

    ધનુ રાશિ: રોકાણ માટે આ સમયગાળો લાભદાયી સાબિત થશે. બિઝનેસવાળા લોકોને પણ સારો નફો મળવાની સંભાવના છે. કાર્યસ્થળમાં તમારા કામની દરેક જગ્યાએ પ્રશંસા થશે. કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે તમે સખત મહેનત કરશો. જેમાં તમે સફળ પણ થશો. ભાગ્યોદય થવાની પ્રબળ તકો છે.

    આ પણ વાંચો: મંગળવારે આ ઉપાયો દ્વારા હનુમાનજીને કરો પ્રસન્ન, સંકટમોચન દૂર કરશે આર્થિક તંગી

    કર્ક રાશિઃ આ રાશિના લોકો માટે આ સમય સાનુકૂળ સાબિત થશે. એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. અટકેલા કામ ઝડપથી પૂરા થશે. કોઈ જૂના રોકાણથી સારો લાભ મળવાની સંભાવના છે. કામના કારણે થયેલી યાત્રામાંથી તમને સારા પૈસા મળી શકશે. એકંદરે સમય તમારા માટે અનુકૂળ સાબિત થશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Aries Zodiac, Astrology in gujarati, Budh Grah, Dharm Bhakti, Horoscope in gujarati, ધર્મભક્તિ

    આગામી સમાચાર