Home /News /dharm-bhakti /Budh Shukra Gochar 2022: 12 વર્ષ બાદ બની રહ્યો છે અત્યંત શુભ 'નવપંચક' યોગ! આ 5 રાશિઓને થશે 'છપ્પરફાડ' ધનલાભ

Budh Shukra Gochar 2022: 12 વર્ષ બાદ બની રહ્યો છે અત્યંત શુભ 'નવપંચક' યોગ! આ 5 રાશિઓને થશે 'છપ્પરફાડ' ધનલાભ

3 ડિસેમ્બર 2022 સુધી રહેશે 'નવપંચક' યોગ

નવપંચમ રાજયોગ ગુરુ અને શુક્ર મળીને રચી રહ્યાં છે. 11 નવેમ્બર 2022ના રોજ શુક્ર ગોચર બાદ નવપંચમ રાજયોગ બન્યો છે જે 3 ડિસેમ્બર 2022 સુધી રહેશે. તે 5 રાશિના જાતકોને અઢળક ધન લાભ કરાવશે.

    Mercury Transit and Venus Transit 2022: જ્યારે પણ કોઇ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, તેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. નવેમ્બર મહિનાની 11 તારીખથી એક મુખ્ય ગ્રહ સ્થિતિ બની છે, જે ખૂબ જ શુભ માનવામાં આવતા નવપંચમ રાજયોગ બનાવી રહી છે.

    નવપંચમ રાજયોગ ગુરુ અને શુક્ર મળીને રચી રહ્યાં છે. 11 નવેમ્બર 2022ના રોજ શુક્ર ગોચર બાદ નવપંચમ રાજયોગ બન્યો છે જે 3 ડિસેમ્બર 2022 સુધી રહેશે. તે 5 રાશિના જાતકોને અઢળક ધન લાભ કરાવશે.

    આ પણ વાંચો : Vivah Panchami 2022: ક્યારે છે વિવાહ પંચમી? જાણો આ દિવસે લગ્ન કરવા શા કારણે મનાય છે અશુભ

    વૃષભ રાશિ


    નવપંચમ રાજયોગ વૃષભ રાશિના જાતકોને કરિયરમાં ખૂબ જ લાભ કરાવશે. નોકરી કરનારાઓને નવી જૉબની ઑફર મળી શકે છે. પ્રમોશન, સેલરીમાં વધારો થવાના યોગ છે. રોકાણથી લાભ થઇ શકે છે. ખાસ કરીને વિદેશને લગતા કામકાજ કરતા લોકોને મોટો લાભ થઇ શકે છે. રાજકારણીઓને પદ મળી શકે છે.

    મિથુન રાશિ


    મિથુન રાશિના જાતકો માટે પણ નવપંચમ રાજયોગ લાભકારક સાબિત થશે. કોર્ટમાં કોઇ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા મળશે. નવી જૉબની ઓફર મળી શકે છે. વેપારમાં ધન લાભ થશે. બીમારીમાં રાહત મળી શકે છે.

    આ પણ વાંચો  :  સોમવારે આ 5 સફેદ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી, વરસશે ભોળેનાથની કૃપા

    કર્ક રાશિ


    કર્ક રાશિના જાતકોને આ સમયે કિસ્મતનો સાથ મળશે. તેનાથી કામમાં સફળતા મળશે. અટવાયેલા કામ ઝડપથી પૂરા થશે. યાત્રાના યોગ બની રહ્યાં છે. રોકાણથી લાભ થશે. નવુ કામ શરૂ કરવા માટે સારો સમય છે.

    તુલા રાશિ


    તુલા રાશિના જાતકોને આ રાજયોગ ધનલાભ કરાવશે. વાણીના દમ પર કામ પાર પડશે. અચાનક કોઇ ખુશખબર મળી શકે છે. આકસ્મિક ધન લાભ થઇ શકે છે. બિઝનેસમાં રોકાણ માટે આ સારો સમય છે.


    કુંભ રાશિ


    નોકરી અને બિઝનેસ બંને માટે સારો સમય છે. કોઇ બદલાવ થઇ શકે છે, જે તમને લાભ કરાવશે. મહેનતનું પૂરુ ફળ મળશે.નવી જૉબની ઑફર મળી શકે છે. અટવાયેલા કામ પૂરા થશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Budh Gochar, Budh gochar 2022, Grah Gochar 2022, Shukra gochar 2022

    विज्ञापन
    विज्ञापन