Home /News /dharm-bhakti /બુધનું રાશિ પરિવર્તન, ત્રણ ડિસેમ્બર સુધી આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

બુધનું રાશિ પરિવર્તન, ત્રણ ડિસેમ્બર સુધી આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

બુધ રાશિ પરિવર્તન

Budh Rashi Parivartan: બુધ ગ્રહએ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. તે 03 ડિસેમ્બરની સવાર સુધી અહીં રહેશે. બુધ અર્થશાસ્ત્રનો જાણકાર છે અને ઉત્તમ બુદ્ધિ ધરાવે છે. ઉચ્ચ ગુણવત્તાની જ્યોતિષીય જ્ઞાન, પ્રભાવશાળી વક્તા અને લેખન પ્રતિભાથી સુસજ્જ છે.

વધુ જુઓ ...
    બુધ ગ્રહએ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જે 3 ડિસેમ્બર સુધી રહેશે. બુધ અર્થશાસ્ત્રના જ્ઞાતા અને ઉત્કૃષ્ટ બુદ્ધિ સંપન્ન છે. ઉચ્ચકોટીનું જ્યોતિષ જ્ઞાન, પ્રભાવશાળી વક્તા અને ખેલ પ્રતિભાનું પ્રદાન કરે છે. શનિ, શુક્ર, રાહુ સાથે એની મિત્રતા છે. કન્યા રાશિમાં પરમ બલી અને મિથુન રાશિમાં બલી હોય છે. મીન રાશિમાં બુધના હોવા પર આ બળહીન થઇ જાય છે. યોગમાં વિશુદ્ધિ ચક્રને બુધ ગ્રહ પ્રધાન માનવામાં આવે છે. પન્ના આનો રત્ન છે, જેને ચાંદીમાં કનિષ્ઠા આંગળીમાં શુક્લ પક્ષમાં પહેરવું જોઈએ . આઓ જાણીએ છે, બુધ રાશિમાં આવવાથી કઈ રાશિઓ પર શું પ્રભાવ પડે છે.

    મેષ: સંતાનથી પ્રસન્ન થશે. અટકેલું ધન મળી જશે. પૈતૃક સંપત્તિ વિવાદમાં જીતી શકો છો.

    વૃષભ: વિવાદથી તણાવ થઇ શકે છે. જીવનસાથી, ભાગીદારનું સન્માન કરવું જરૂરી.

    મિથુન: ચાલી રહેલા વિવાદમાં જીતી શકો છો. પ્રમોશન મળી શકે છે. અનુબંધ પ્રાપ્ત કરી શકો છો.

    કર્ક: જીવનસાથી અને સંતાનો સાથે વિવાદ થવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં તણાવ રહેશે.

    સિંહ: અચાનક ધનલાભ થઈ શકે છે. વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. સુખમાં વધારો થશે.

    આ પણ વાંચો: Shani Transit 2023: 30 વર્ષ પછી કુંભમાં પ્રવેશ કરશે શનિ, આ રાશિઓ પરથી ખતમ થઇ જશે સાડાસાતી અને ઢૈયા

    કન્યા: રાશિના દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. પડોશીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. મુસાફરી દરમિયાન સાવધાન રહો.

    તુલા: પૈસા કમાવવામાં તમને સફળતા મળી શકે છે. મધુર વાણીની પ્રશંસા થઈ શકે છે.

    વૃશ્ચિક: વિવાદથી દૂર રહો. ધનહાનિ થઈ શકે છે. બેંકના કામોમાં સાવધાની રાખો. વાણી પર સંયમ જરૂરી છે.

    ધન: સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિદેશ પ્રવાસ દરમિયાન સાવધાની રાખો. તણાવના કારણે ખર્ચ વધી શકે છે.

    આ પણ વાંચો: Rashi parivartan: આવતી કાલે બે મોટા ગ્રહો બદલશે રાશિ, આ રાશિઓ વાળાનું જીવન થશે પ્રભાવિત

    મકર: ધનમાં વધારો થઈ શકે છે. કમિશનના કામોમાં તમને સફળતા મળશે. ભેટ મળી શકે છે.



    કુંભ: કાર્યસ્થળમાં પ્રશંસા થશે. પ્રખ્યાત થઈ શકે છે. અધિકારીઓ ખુશ થશે. પગારમાં વધારો થઈ શકે છે.

    મીન: કામમાં અચાનક અવરોધો આવી શકે છે. સકારાત્મકતા રહેશે. વિદેશ યાત્રામાં અવરોધ આવી શકે છે. પૂજામાં રસ નહીં રહે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Budh rashi parivartan, Dharm Bhakti, Rashi Parivartan 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन