Mercury Transit 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ, નક્ષત્ર રાશિમાં પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ હોઈ શકે છે. સાથે જ ઘણી વખત ગ્રહોના રાશિ પરિવર્તનથી શુભ યોગ બને છે.
ગ્રહોનો રાજકુમાર કહેવાતો બુધ 7 ફેબ્રુઆરીએ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેમના આ ગોચરથી ભદ્રા રાજ યોગની રચના થશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલીક રાશિઓ માટે આ યોગ વિશેષ ફળદાયી રહેશે અને તેમને ખૂબ ધન મળશે અને દરેક કામ પૂરા થવા લાગશે.
મેષ : બુધનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ખૂબ શુભ રહેશે. ભદ્રા રાજયોગની અસરથી આ લોકોનું ભાગ્ય ચમકી ઉઠશે અને તેમને દરેક પગલે પોતાની કિસ્મતનો સાથ મળવા લાગશે. શિક્ષા અને કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
મિથુન : બુધનું પરિવહન મિથુન રાશિના જાતકો માટે શુભ પરિણામો લાવશે. ભાગ્યનો સાથ મળવાથી દરેક કાર્ય પૂરા થવા લાગશે. ખાસ કરીને જે લોકો વ્યવસાયિક ભાગીદારીમાં કામ કરે છે, તેમને જબરદસ્ત નફો થશે. અવિવાહિત લોકો સંબંધોમાં બંધાય તેવી શક્યતા છે.
કન્યા : ભદ્રા રાજયોગ કન્યા રાશિના જાતકોની સૂઈ ગયેલી કિસ્મત ચમકાવશે. આ ગોચરથી કન્યા રાશિના જાતકોને તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે સાથે જ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક કોઈ સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
તુલા : તુલા રાશિના લોકો માટે ભદ્રા રાજયોગ ખૂબ જ શુભ સાબિત થશે. તેમની ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. પ્રોપર્ટી સંબંધિત કામમાં અઢળક લાભ થશે. વાહન અને મિલકત ખરીદવાની તકો પણ દેખાઈ રહી છે.
ધન : જો ધન રાશિના લોકો ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો તે ભદ્રા રાજયોગના નિર્માણ થયા પછી કરી શકે છે. આ સમયગાળા દરમિયાન ભારે નફાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. બિઝનેસમાં સારો ફાયદો થશે.
મકર : આ દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળશે. ભદ્રા રાજયોગની અસરથી નવી નોકરીની ઓફર આવશે. આવકના નવા સ્ત્રોત બનશે અને આવકમાં પણ વધારો થશે. લગ્નની શક્યતાઓ છે. તણાવથી રાહત મળશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર