Home /News /dharm-bhakti /Budh Gochar 2022 : ડિસેમ્બરમાં ગ્રહોનો રાજકુમાર બે વખત બદલશે રાશિ, ખુલી જશે આ જાતકોની કિસ્મત

Budh Gochar 2022 : ડિસેમ્બરમાં ગ્રહોનો રાજકુમાર બે વખત બદલશે રાશિ, ખુલી જશે આ જાતકોની કિસ્મત

બુધ રાશિ પરિવર્તન 2022

Budh Rashi Parivartan 2022 : ગ્રહોનો રાજકુમાર બુધ ડિસેમ્બરમાં રાશિ બદલશે. બુધ ગ્રહ વૃશ્ચિક રાશિની નીકળી 3 ડિસેમ્બર 2022ના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે અને 25 દિવસ પછી ફરી રાશિ બદલશે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં કેટલીક રાશિવાળાનું ભાગ્યોદય ખુલી શકે છે.

વધુ જુઓ ...
    જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહ વૃશ્ચિક રાશિની નીકળી 3 ડિસેમ્બર 2022ના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં બુધ 25 દિવસ વિરાજમાન રહેશે. ત્યાર પછી ધન રાશિથી નીકળી મંગળ રાશિમાં 28 ડિસેમ્બર 2022ના રોજ પ્રવેશ કરશે. બુધ ગ્રહને ડિસેમ્બર મહિનામાં બે વખત રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્યોદય ખુલી શકે છે.

    મેષ- મેષ રાશિના જાતકોને ડિસેમ્બર મહિનામાં અચાનક ધન લાભ થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. પિતાના સહયોગથી જીવનમાં આર્થિક પ્રગતિ થઈ શકે છે. વેપારમાં લાભના સંકેત છે

    આ પણ વાંચો: Rahu Gochar 2022: નવા વર્ષમાં રાહુ કરશે રાશિ પરિવર્તન, આ રાશિવાળાનું બદલાઈ જશે જીવન

    વૃષભ- વૃષભ રાશિના લોકોને ડિસેમ્બર મહિનામાં બુધના બે રાશિ પરિવર્તનનો લાભ મળશે. આ સમય દરમિયાન તમારી આવક અને બચતનો યોગ છે. પ્રવાસ પર જવાની શક્યતાઓ છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

    કર્ક- કર્ક રાશિના જાતકોને ડિસેમ્બર મહિનામાં આર્થિક લાભ મળી શકે છે. નોકરિયાત લોકોને પ્રગતિ મળી શકે છે અને વ્યાપારીઓને લાભ મળી શકે છે. ધન અને લાભ થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

    આ પણ વાંચો: રાહુના પ્રકોપથી બચવા ધારણ કરો ગોમેદ રત્ન, જાણો શું કહે છે જ્યોતિષ



    સિંહ - આ સમયગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને સફળતા મળી શકે છે. વેપારમાં લાભ થઈ શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Budh rashi parivartan, Dharm Bhakti, Rashi Parivartan 2022

    विज्ञापन
    विज्ञापन