Budh Gochar 2023: ગ્રહોના રાજકુમાર કહેનારા બુધ ગ્રહ આજે 18 જાન્યુઆરીના રોજ બુધવારે એની ચાલ બદલી રહ્યો છે. આજ સાંજના 06 વાગ્યાના 41 મિનિટથી બુધ ધન રાશિમાં માર્ગી થશે. બુધની આ સીધી ચાલ 20 એપ્રિલ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી વક્રી થશે. બુધ એની ઘન રાશિમાં છે અને 07 ફેબ્રુઆરીના રોજ રાશિ પરિવર્તન કરીને શનિની રાશિ મકરમાં ગોચર કરશે. બુધના માર્ગી હોવાથી અનેક રાશિના જાતકોને બિઝનેસ અને નોકરીમાં ઉન્નતિના માર્ગ ખુલશે. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણો બુધ માર્ગીનું 07 રાશિઓ પર શું અસર થશે.
બુધ માર્ગી 2023 રાશિઓ પર પ્રભાવ
મેષ
ધન રાશિમાં બુધનું માર્ગી થવુ એ સફળતા પૂર્વક માનવામાં આવે છે. શિક્ષાના ક્ષેત્રમાં કોઇ મોટી ઉપલબ્ધિ હાસિલ કરી શકે છે. પ્રતિયોગી પરિક્ષામાં સફળતા માટે સમય અનુકુળ રહેશે. આ સાથે જ વિદેશ જવાનું સપનું પૂરું થઇ શકે છે.
બુધનું માર્ગી થવાથી જીવનમાં ઉન્નતિ થશે. બિઝનેસમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન સુખમય હશે. લગ્નના યોગ્ય લોકોને વિવાહ નક્કી થઇ શકે છે. કાર્ય સ્થળ પર થોડુ સજાગ રહેવાની જરૂર હોય છે.
સિંહ
બુધ માર્ગી થવાથી લવ લાઇફ સારી રહેશે. પ્રેમ વિવાહના યોગ બનશે. સંબંધોમાં રોમાન્સ વધશે. બુધની કૃપાથી શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ બની રહેશે. તમે જે પણ કાર્ય કરવા ઇચ્છો છો એમાં પરિવારનો સાથ મળશે.
બુધ માર્ગી હોવાથી તમારી બુદ્ધિ તેજ થશે અને નિર્ણય ક્ષમતામાં વૃદ્ધિ થશે. તમારા દ્રારા કરવામાં આવેલા નિર્ણયોમાં લાભ થશે. કાર્યોમાં સફળતા મળશે.
વૃશ્ચિક
બુધ માર્ગીનો સકારાત્મક પ્રભાવ તમારા જીવનમાં દેખાશે. તમારો આર્થિક પક્ષ મજબૂત હશે. અચાનક ધન લાભનો યોગ છે. અટકાયેલા પૈસા પાછા આવશે. તમે કોઇ નવી ગાડી ખરીદી શકો છો.
કુંભ
બુધ દેવના પ્રભાવથી તમારું ભાગ્ય પ્રબળ થશે. મોટા કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે અને તમે સફળ રહેશો. લવ મેરેજનો યોગ બની રહેશે. આ સાથે જ પ્રેમ સંબંધ મજબૂત થશે.
મીન
બુધનો માર્ગી થવાથી તમારા માટે નવા મકાનનો યોગ બની રહ્યો છે. તમે કોઇ નવું વાહન પણ ખરીદી શકો છો. આ સાથે જ જૂના કામમાં સફળ થવાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર