Home /News /dharm-bhakti /Budh Grah Upay: કુંડળીમાં બુધ નબળો હોય તો અજમાવી જુઓ આ ઉપાય, ચમકી જશે કિસ્મત

Budh Grah Upay: કુંડળીમાં બુધ નબળો હોય તો અજમાવી જુઓ આ ઉપાય, ચમકી જશે કિસ્મત

કુંડળીમાં બુધ નબળો હોય તો કરો આ ઉપાય

Astrology: કુંડળી (Kundali)માં બુધ ગ્રહ નબળો છે, તેઓને નોકરી અથવા વ્યવસાયમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને શિક્ષણ પર પણ અસર થઈ શકે છે. આજે બુધવાર છે, ત્યારે તમે જ્યોતિષ શાસ્ત્રની કેટલીક ટિપ્સ (Astrology Tips) અપનાવીને તમારા બુધ ગ્રહને મજબૂત બનાવી શકો છો, જેથી તમે પણ બિઝનેસ, નોકરી, શિક્ષણ વગેરેમાં ઇચ્છિત સફળતા મેળવી શકો. તો આવો જાણીએ એ ઉપાયો વિશે.

વધુ જુઓ ...
Budh Grah Upay: બુધ ગ્રહને બુદ્ધિ, સમજદારી અને નિર્ણય ક્ષમતાનો કારક માનવામાં આવે છે. જે લોકોનો બુધ બળવાન હોય છે, તેઓ નોકરી, વ્યવસાય અને શિક્ષણના ક્ષેત્રમાં નામ કમાય છે, તેઓ વધુ સારું પ્રદર્શન કરે છે. પરંતુ જેમની કુંડળી (Kundali)માં બુધ ગ્રહ નબળો છે, તેઓને નોકરી અથવા વ્યવસાયમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને શિક્ષણ પર પણ અસર થઈ શકે છે. આજે બુધવાર છે, ત્યારે તમે જ્યોતિષ શાસ્ત્રની કેટલીક ટિપ્સ (Astrology Tips) અપનાવીને તમારા બુધ ગ્રહને મજબૂત બનાવી શકો છો, જેથી તમે પણ બિઝનેસ, નોકરી, શિક્ષણ વગેરેમાં ઇચ્છિત સફળતા મેળવી શકો. તો આવો જાણીએ એ ઉપાયો વિશે.

આ પણ વાંચો-Astrology: જો આ 4 અક્ષરો પરથી શરૂ થતું હોય તમારું નામ તો તમે ખૂબ જ છો નસીબદાર

બુધ ગ્રહને બળવાન બનાવવાના ઉપાય

1. સૌથી સહેલો ઉપાય બુધવારે ઉપવાસ કરવો છે. આ માટે તમારે ઓછામાં ઓછા 17 બુધવાર ઉપવાસ રાખવો જોઈએ. તમે 21 કે 45 બુધવાર સુધી પણ કરી શકશો. આ દિવસે લાલ વસ્ત્રો પહેરીને ओम ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો 3 ફેરા જાપ કરવો જોઈએ. આમ કરવાથી બુધ બળવાન બને છે અને વિદ્યા અને ધનની પ્રાપ્તિ થાય છે.

2. બુધવારે તમારે મગથી બનેલો મીઠું ન નાંખ્યું હોય તેવો ખોરાક ખાવો જોઈએ. તમે મગનો હલવો, મૂંગ પંજીરી, મગના લાડુ ખાઈ શકો છો. ભોજન કરતા પહેલા તુલસીના 3 પાન ગંગાજળ સાથે લેવા જોઈએ અને પછી જ ભોજન કરવું જોઈએ. આમ કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આ પણ વાંચો-Shankh Upay : નારાજ થઇ ગયા છે માતા લક્ષ્મી? તો શંખના આ ચમત્કારિક ઉપાયો કરશે મદદ

3. જેમનો બુધ નબળો હોય તેમણે સોનું, નીલમણિ અને ફૂલોનું દાન કરવું જોઈએ. પરંતુ આ દરેક માટે શક્ય ન હોવાથી તમે વાદળી કપડા, મગ, કાંસાની બનેલી વસ્તુઓ અને ફળનું દાન કરી શકો છો.

4. બુધ ગ્રહને મજબૂત કરવા માટે તમે નીલમણિ રત્ન ધારણ કરી શકો છો, પરંતુ આ માટે તમારે યોગ્ય જ્યોતિષની મદદ લેવી જોઈએ.

5. જેઓ નીલમણિ પહેરી શકતા નથી, તેઓ બુધ ગ્રહના ઉપ-રત્ન મારગજ અથવા જબરજંદ પણ પહેરી શકે છે.

6. બુધ ગ્રહને બળવાન કરવાનો સૌથી સરળ ઉપાય છે ગાયને લીલો ચારો આપવો, દિવસ દરમિયાન લીલી ઈલાયચીનું સેવન કરવું, ઘરમાં લીલાછમ વૃક્ષો અને છોડ વાવો. આમ કરવાથી પણ બુધ ગ્રહ બળવાન બની શકે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:

Tags: Astrology tips, Budh Grah Upay, Dharm, Horoscope

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો