Budh Gochar : જ્યોતિષમાં બુધ ગ્રહને જ્ઞાન, વિદ્યા અને બુદ્ધિ-શાણપણ સાથે સાંકળવામાં આવેલો છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ અનુકૂળ હોય તો આવી વ્યક્તિ ગણેશજીની જેમ મહાન વિદ્વાન અને બુદ્ધિશાળી બને છે. આ જ કારણ છે કે બુધનું ગોચર અને તેની મહાદશા કોઈપણ વ્યક્તિના વિદ્યા, વાંચન-લેખન જાણવા માટે જોવાય છે. અત્યારે બુધ ગ્રહ ધન રાશિમાં છે, પરંતુ ચેતવા જેવી વાત એ છે કે, ધનના સ્વામી ગુરુ સાથે બુધની દુશ્મની છે.
પંચાંગ મુજબ 18 જાન્યુઆરી, 2023ના રોજ બુધ ગ્રહ ધનમાં ગોચર કરશે. જ્યોતિષાચાર્ય પંડિત રામદાસના મતે બુધનું તેના શત્રુ ગ્રહની રાશિમાં ગોચર અનેક પડકારો લાવશે. આવી સ્થિતિમાં ઘણા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. કેટલાક લોકો માટે વિવાહિત જીવનમાં પણ મુશ્કેલીઓ આવશે.તો આવો જાણીએ બુધ ગ્રહના પ્રભાવથી તમને શું અસર થશે?
બુધનું આ ગોચર વૈશ્વિક સ્તરે મંદી અને બેરોજગારી લાવી રહ્યું છે. ધનરાશિમાં બુધનું ગોચર સમગ્ર વિશ્વના કોમ્યુનિકેશન અને નેટવર્કિંગ ક્ષેત્રને અસર કરશે. તેના કારણે ઘણા દેશોમાં નવા ઉદ્યોગો અને વ્યવસાયો પણ બંધ થવાના આરે પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લોકોની સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવાની છે.
ધન રાશિમાં બુધનું ગોચર શેરબજારમાં પતન લાવશે. આવી સ્થિતિમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને બેરોજગારી અને નાણાંકીય સંકટનો સામનો કરવો પડી શકે છે. મશીનોના કારણે લોકોની નોકરીઓ છીનવાઈ શકે છે તેથી વધુમાં વધુ સ્કિલફૂલ રહેવું હિતાવહ છે.
બુધનું ગોચર સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ પણ લાવી રહ્યું છે. કોઈ નવો વાયરસ તેની ભયાનક અસર બતાવી શકે છે. ઘણા લોકોને પગમાં દુ:ખાવો, નર્વસ સિસ્ટમ સંબંધિત રોગો અથવા શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
બુધનું ગોચર કોના માટે શુભ ?
બુધનું 2023નું આ ગોચર માત્ર નકારાત્મક અસર જ નહીં પરંતુ કેટલાક લાભ પણ લાવશે. નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. આ સિવાય ખાનગી નોકરી કરતાં લોકો પણ નવો ધંધો શરૂ કરવાનું વિચારશે. સારી કારકિર્દી બનાવવાના સંદર્ભમાં ઘણી સારી તકો પણ ઉપલબ્ધ થશે. બિઝનેસ શરૂ કરવા માટે લોન પણ મેળવી શકાય છે.
આધ્યાત્મ સાથે જોડાયેલા લોકોને પણ આ સમયગાળા દરમિયાન નવા અનુભવો થશે. તમે કોઈ નવી સિદ્ધિ હાંસલ કરવાનો પ્રયાસ પણ કરી શકો છો. આ સમયગાળામાં કોઈ વિદ્વાનને મળવાની તક પણ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર