Home /News /dharm-bhakti /Budh Gochar 2023: આ રાશિના જાતકોની મુશ્કેલી વધારશે બુધનું ગોચર, સાવધાન રહેવું

Budh Gochar 2023: આ રાશિના જાતકોની મુશ્કેલી વધારશે બુધનું ગોચર, સાવધાન રહેવું

બુધ રાશિ પરિવર્તન

Budh Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધ અને મંગળ એકબીજાના વિરોધી ગ્રહો છે. આ સાથે શુક્ર અને રાહુ પણ મેષ રાશિમાં બિરાજમાન છે. આ યુતિ કેટલીક રાશિઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રાહોનો રાજકુમાર બુધ 31 માર્ચે મીન રાશિમાંથી નીકળી મંગળ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જણાવી દઈએ કે આ રાશિમાં પહેલાથી જ શુક્ર અને રાહુ ગ્રહ વિરાજમાન છે. એવામાં આ ગ્રહોની યુતિ ઘણી રાશિઓ માટે સારી સાબિત થશે તો ઘણી રાશિઓ માટે મુશ્કેલી વધારી શકે છે. મંગળ અને બુધ એક બીજાના વિરોધી ગ્રહ માનવામાં આવે છે. શુક્ર અને ગુરુનો સંયોગ લક્ષ્મીનારાયણ યોગ બનાવી રહ્યો છે. એવામાં ઘણી રાશિઓ માટે બુધનું ગોચર શુભ સાબિત થશે. પરંતુ ઘણી એવી રાશિ છે જેમણે આર્થિક, માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બુધ ગોચરથી આ ત્રણ રાશિના જાતકોની વધી શકે છે મુશ્કેલી

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આ ત્રણ ગ્રહોનો સંયોગ શુભ સાબિત નહીં થાય. આ રાશિના લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી, પૈસા સંબંધિત કોઈપણ પ્રકારની લેવડદેવડ થોડી સાવધાની સાથે કરો. આ સાથે કાર્યસ્થળમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. નાના કામ માટે વધુ મહેનત કરવી પડી શકે છે.

કન્યા

મેષ રાશિમાં બુધનું ગોહર આ રાશિ માટે મિશ્રિત સાબિત થવાનું છે. કોઈપણ કામ ઉતાવળમાં કરવાનું ટાળો. બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી થોડું ધ્યાન રાખવું. પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગુસ્સો ઓછો કરવાનો પ્રયાસ કરો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સભાન રહો.

આ પણ વાંચો:  ગ્રહોનો રાજકુમાર બદલશે રાશિ, 31 માર્ચથી બદલાઈ જશે આ રાશિના જાતકોની કિસ્મત

વૃશ્ચિક

મેષ રાશિમાં બુધ, શુક્ર અને રાહુનો સંયોગ આ રાશિના જાતકો માટે ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. નાની નાની બાબતો માટે વધુ મહેનત કરવી પડી શકે છે. કાર્યસ્થળ પર કોઈ કારણસર માનસિક તણાવ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડશે. આવી સ્થિતિમાં તમારે લોન પણ લેવી પડી શકે છે.

આ પણ વાંચો: એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર



કુંભ

કુંભ રાશિના લોકો માટે બુધનું ગોચર સારું નહીં રહે. આ રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળમાં સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે કોઈ સહકર્મી તમારા પર પ્રભુત્વ જમાવી શકે છે. પરિવારમાં થોડું અશાંત વાતાવરણ બની શકે છે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો.
First published:

Tags: Budh Gochar, Dharm Bhakti

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો