બુધનું રાશિ પરિવર્તન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં થવા જઈ રહ્યું છે. ગ્રહોનો રાજકુમાર બુધ 7 ફેબ્રુઆરીએ સવારે 07:38 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ શનિદેવનું ઘર છે. બુધ પહેલા સૂર્ય મકર રાશિમાં છે અને 17 જાન્યુઆરીએ શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પહોંચ્યા છે.
તિરુપતિના જ્યોતિષ ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવના જણાવ્યા અનુસાર, બુધ 7 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં હાજર રહેશે. ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ સાંજે 04.55 વાગ્યે શનિની બીજી રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં બુધનું ગોચર 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરશે. આમાંથી 8 રાશિના જાતકોને બિઝનેસ, નોકરી કે અન્ય કરિયરમાં ફાયદો થઈ શકે છે અને તેમના સારા દિવસો શરૂ થઈ શકે છે.
મિથુન: બુધનું રાશિ પરિવર્તન તમારા જીવનમાં ખુશીની ક્ષણ લાવી શકે છે. જીવનમાં કેટલાક સારા ફેરફારો થશે, જે તમને રાહત આપશે.
કન્યા : મકર રાશિમાં બુધનું ગોચર આર્થિક મોરચે કન્યા રાશિના જાતકો માટે મદદરૂપ થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે. લવ લાઈફ કે વિવાહિત જીવનમાં શાંતિ રહેશે.
વૃશ્ચિક : બુધનું ગોચર આ રાશિના જાતકોની આર્થિક બાજુને મજબૂત બનાવશે. તમે નકામા ખર્ચને નિયંત્રિત કરીને બચત વધારવાનો આગ્રહ રાખશો. 7 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે સમજી વિચારીને રોકાણ કરશો તો ફાયદો થશે.
ધન : બુધનો પ્રભાવ તમારી કારકિર્દી પર જોવા મળી શકે છે. જો તમે તમારી જવાબદારીઓ પૂરી મહેનતથી નિભાવશો તો તમારા કામની પ્રશંસા થશે. આ સમયગાળામાં વિચાર અને સમજણથી નિર્ણય લેવાની ક્ષમતા વધુ સારી રહેશે.
મકર: બુધ મકર રાશિમાં જ ગોચર કરી રહ્યો છે, આનાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે અથવા અચાનક ધનલાભ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી શક્તિમાં વધારો થશે, જેથી તમે દુશ્મનો પર પ્રભાવક રહેશો.
મીન: બુધનું ગોચર તમને નવી નોકરી અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. બિઝનેસમાં કંઈક નવું વિચારી રહેલા લોકો માટે સમય યોગ્ય છે. તમને સફળતા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર