Home /News /dharm-bhakti /Budh Gochar: બુધ-ગુરુની યુતિ આ 5 રાશિઓને બનાવશે માલામાલ, પ્રમોશન અને ધનલાભના પ્રબળ છે યોગ
Budh Gochar: બુધ-ગુરુની યુતિ આ 5 રાશિઓને બનાવશે માલામાલ, પ્રમોશન અને ધનલાભના પ્રબળ છે યોગ
ગુરુ 22 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેવાનો છે અને બુધ 31 માર્ચ સુધી મીન રાશિમાં રહેશે.
, બુધ અને ગુરુની આ યુતિથી 5 રાશિના જાતકોને લાભ થશે. તેમના માટે નોકરીમાં પ્રમોશન, ધન લાભ વગેરે મળવાના યોગ બની રહ્યાં છે. ચાલો જાણીએ બુધ અને ગુરુની યુતિથી કઈ રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે.
Budh Rashi Parivartan: આજે એટલે કે 16 માર્ચ, 2023ના રોજ ગ્રહોના રાજકુમાર બુધનું મીન રાશિમાં ગોચર થયું. બુધ ગ્રહ આજે સવારે 10 કલાક 54 મિનિટે મીન રાશિમાં ગોચર કર્યું છે. મીન રાશિનો સ્વામી ગુરુ પહેલાથી જ પોતાની રાશિમાં હાજર છે અને આજે બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. આ બે ગ્રહોની હાજરીથી મીન રાશિમાં બુધ અને ગુરુનો સંયોગ બની રહ્યો છે.
જણાવી દઈએ કે બુધને બુદ્ધિ, વેપાર, નિર્ણય ક્ષમતા અને વાણીનો કારક માનવામાં આવે છે અને ગુરુને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. ગુરુ 22 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેવાનો છે અને બુધ 31 માર્ચ સુધી મીન રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં બુધ અને ગુરુની યુતિ 31 માર્ચ સુધી છે.
તિરુપતિના જ્યોતિષી ડૉ. કૃષ્ણ કુમાર ભાર્ગવના જણાવ્યા અનુસાર, બુધ અને ગુરુની આ યુતિથી 5 રાશિના જાતકોને લાભ થશે. તેમના માટે નોકરીમાં પ્રમોશન, ધન લાભ વગેરે મળવાના યોગ બની રહ્યાં છે. ચાલો જાણીએ બુધ અને ગુરુની યુતિથી કઈ રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે.
બુધ અને ગુરુની યુતિ 2023 રાશિફળ
વૃષભ: બુધ અને ગુરુની યુતિને કારણે વૃષભ રાશિના લોકો માલામાલ બની શકે છે. તેમના માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળી શકે છે. અચાનક નાણાંકીય લાભને કારણે આર્થિક પક્ષ મજબૂત થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને નફો મેળવવાની સંભાવના પણ છે.
મિથુન: બુધ અને ગુરુની યુતિ શિક્ષણ સ્પર્ધા અને બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. યશ અને કીર્તિ મળશે સાથે જ તેમાં વૃદ્ધિની સાથે સુખ-સમૃદ્ધિમાં વધારો થવાની શક્યતા છે. કરિયર માટે આ સમય સાનુકૂળ સાબિત થશે.
કન્યાઃ કન્યા રાશિના લોકોને બુધ અને ગુરુની યુતિને કારણે લગ્ન જીવનમાં સુખ મળશે. તેમનું પારિવારિક જીવન સુખમય રહેશે. જો તમે બિઝનેસ વધારવા માંગો છો તો આ માટે નવી તકો સહયોગ પણ મળી શકે છે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
ધનુ: બુધ અને ગુરુની યુતિના કારણે આ રાશિના લોકો નવી મિલકત ખરીદી શકે છે. વેપાર અને નોકરીમાં પ્રગતિનો માર્ગ તેમની માટે સરળ રહેશે. આ સમયમાં કરેલા કામમાં સફળતા મળી શકે છે સાથે જ વિવાહિત જીવન સુખમય રહેશે.
મીનઃ તમારી રાશિમાં બુધ-ગુરુ યુતિ બની રહી છે. આ યુતિ તમારા માટે ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નવી જવાબદારીઓ પ્રભાવ વધારશે. મીન રાશઇના લોકોને નાણાકીય લાભ મળી શકે છે, જેથી તેમની આર્થિક બાજુ મજબૂત થશે. યાત્રાઓ લાભદાયી સાબિત થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર