Mercury Transit 2022: દરેક મહિને એક નિશ્ચિત સમય પર ગ્રહોનું ગોચર તમામ રાશિઓના જાતકોના જીવન પર પ્રભાવ પાડે છે. આ વખતે ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ગ્રહો ગોચર કરવા જઇ રહ્યાં છે. 3 ડિસેમ્બરે બુધ ગ્રહ ધનુ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યો છે.
વેપાર અને બુદ્ધિના દાતા બુધ 3 ડિસેમ્બરે ધનુમાં ગોચર કરશે. બુધના ધનુમાં ગોચર કરવાથી ભદ્ર રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ રાજયોગ 3 રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. ચાલો તમને જણાવીએ આ રાશિઓ વિશે...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું ધનુ રાશિમાં ગોચર કરવાથી ભદ્ર રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે, જે મિથુન રાશિના જાતકો માટે શુભ ફળદાયી હશે. જણાવી દઇએ કે આ ગોચર આ રાશિના જાતકોના સપ્તમ સ્થાન પર થવા જઇ રહ્યું છે. તેને વૈવાહિક જીવન અને ભાગીદારીનો ભાવ માનવામાં આવે છે. તેવામાં આ સમયે તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે. સાથે જ પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો છે. પાર્ટનર સાથે પણ સારો સમય પસાર કરશો. લગ્ન યોગ્ય લોકો માટે આ શુભ ફળદાયી હશે.
વૃષભ રાશિ
બુધના ધનુમા પ્રવેશથી ભદ્ર રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. જણાવી દઈએ કે આ રાશિના લોકોના આઠમા ભાવમાં આ રાજયોગ બનવા જઈ રહ્યો છે. આ સ્થાન ઉંમર અને ગુપ્ત રોગોનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે આ સમયે કોઈપણ જૂના રોગથી છુટકારો મેળવી શકો છો. સંશોધન સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય શુભ રહેશે. બીજી તરફ જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય સાનુકૂળ છે. એટલું જ નહીં આ સમયે બિઝનેસનો વિસ્તાર પણ કરી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકો માટે ભદ્ર રાજયોગ ફાયદાકારક રહેવાનો છે. જણાવી દઈએ કે આ રાશિના દસમા ભાવમાં બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. તેને નોકરી અને કાર્યસ્થળ તરીકે પણ ગણવામાં આવે છે.
આવી સ્થિતિમાં, આ સમયે નવી નોકરીની ઓફર મળી શકે છે. સાથે જ આ સમય વ્યાપારીઓ માટે પણ સારો છે. આ સમયે ધનલાભ થઈ શકે છે. ઉપરાંત, આ સમયે આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર