બુદ્ધ પૂર્ણિમા 2020 (Buddha Purnima 2020): બુદ્ધ પૂર્ણિમા 7 મેના રોજ છે. હિન્દુ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાનો ઘણો મહિમા છે. વૈશાખ મહિનાની પૂનમે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, તેથી દર વર્ષે આ અવસરે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. દર વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભક્ત લાખોની સંખ્યામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જાય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના સંક્રમણથી બચાવ માટે લૉકડાઉન લાગુ છે, એવામાં નદીમાં સ્નાન કરવાની મંજૂરી નથી. પોતાના જ ઘમાં પવિત્ર ગંગાનું મનમાં સ્મરણ કરીને સ્વચ્છ પાણીથી સ્નાન કરો. મનને શુદ્ધ રાખો. આ વખતની પૂર્ણિમા અનેક રીતે ખૂબ ખાસ છે. 205 વર્ષ બાદ પૂર્ણિમા પર શનિ, રાહુ-કેતુ એ સીધમાં છે. આ એક દુર્લભ યોગ છે.
ગ્રહોનો આવો હશે યોગ
બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગુરુ અને શનિ ગ્રહ મકર રાશિમાં રહેશે. બીજી તરફ મંગળ કુંભ રાશિમાં, રાહુલ મિથુન રાશિમાં, કેતુ ધન રાશિમાં રહેશે. ગુરુ નીચનો છે અને તે મકર રાશિમાં રહેશે. સમગ્ર વિશ્વ માટે ગ્રહોનો આ પ્રભાવ લાભદાયક સિદ્ધ હોઈ શકે છે. ચંદ્ર અને સૂર્ય એક બીજાને જોઈ રહ્યા છે. લોકોને બીમારીઓથી મુક્તિ મળી શકે છે. જોકે, ક્યારેક વધુ ઉથલ-પાથલનો માહોલ પણ થઈ શકે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન બુદ્ધ ભગવાન વિષ્ણુના 9મા અવતાર હતા. બૌદ્ધ ધર્મની માન્યતા છે કે ભગવાન બુદ્ધના એક મંત્રનો જાપ કરવાથી ઘણી શક્તિ મળે છે અને મુશ્કેલીઓ આપ મેળે ઓછી થવા લાગે છે. આવો જાણીએ બૌદ્ધ ધર્મના આ ચમત્કારી મંત્ર વિશે...
'ॐ मणि पदमे हूम्' બૌદ્ધ ધર્મના લોકો આ મંત્રને ઘણો પવિત્ર અને શક્તિશાળી માને છે. બૌદ્ધ ધર્મની મહાયાન શાખામાં આ મંત્ર વિશેષ રીતથી જાપ કરવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.)