Buddha Purnima: 26મીએ ઉજવાશે બુદ્ધ પૂર્ણિમા, જાણો શુભ મુહૂર્ત અને તેનો ઇતિહાસ

  • Share this:
Buddha Purnima 2021: ભગવાન બુદ્ધના જન્મદિવસના ઉપલક્ષ્યમાં બુદ્ધ પૂર્ણિમા મનાવવામાં આવતી હોવાની પૌરાણિક માન્યતા છે. હિન્દૂ પંચાંગ મુજબ બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે વૈશાખી પૂનમે આવે છે.

આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 26 મે બુધવારના દિવસે છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેવું બૌદ્ધ અને હિન્દૂ ધર્મમાં માનનારઓનું કહેવું છે. આ જ કારણે બુદ્ધ પૂર્ણિમાને ઇતિહાસ અને આસ્થાની નજરે ખૂબ મહત્વની ગણવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વના બૌદ્ધો ખૂબ આદર અને આસ્થાથી ઉજવે છે.

બુદ્ધ પૂર્ણિમાની તિથિ અને મુહૂર્ત

બુદ્ધ પૂર્ણિમાની તિથિ : 26 મે 2021(બુધવાર)

પૂર્ણિમા તિથિનો પ્રારંભ: 25 મે 2021ની રાત્રે 8:29 કલાકે

પૂર્ણિમા તિથિનું સમાપન: 26 મે 2021ની સાંજે 4: 43 મિનિટ સુધી

બુદ્ધ પૂર્ણિમા ખાસ કેમ?

બુદ્ધ પૂર્ણિમા માત્ર બૌદ્ધ ધર્મમાં આસ્થા રાખનાર શ્રદ્ધાળુઓ માટે જ નહીં, હિંદુઓ માટે પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ ગૌતમ બુદ્ધ ભગવાન વિષ્ણુના નવમા અવતાર છે. જેથી સનાતન ધર્મના લોકો માટે બુદ્ધ પૂર્ણિમા ખૂબ પવિત્ર ગણાય છે

બુદ્ધ પૂર્ણિમાનો ઇતિહાસ

ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં અનેક વર્ષોથી બુદ્ધ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે. 20મી સદી પહેલા બુદ્ધ પૂર્ણિમાને બૌદ્ધ અવકાશનો સત્તાવાર દરજ્જો ન હતો. 1950માં શ્રીલંકા ખાતે બૌદ્ધ ધર્મની ચર્ચા કરવા માટે વિશ્વ બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બુદ્ધ પૂર્ણિમાને સત્તાવાર અવકાશ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભગવાન બુદ્ધના જન્મદિવસના માનમાં બુદ્ધ પૂર્ણિમા તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે બૌદ્ધ માનવતા અને મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

સૂર્યોદય પહેલા સમારોહ

બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત સૂર્યોદય થાય તે પહેલા પૂજા સ્થળે એકઠા થઈને પ્રાર્થના અને નૃત્ય કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ પરેડ અને શારીરિક કસરત કરીને બુદ્ધ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવામાં આવે છે.

મંદિરોમાં બૌદ્ધ ધ્વજ

બુદ્ધ પૂર્ણિમા નિમિતે સૂર્યોદય બાદ મંદિરો અને ધાર્મિક સ્થળોએ બૌદ્ધ ધ્વજ લહેરાવવામાં આવે છે. આધુનિક બૌદ્ધ ધ્વજની શોધ શ્રીલંકાએ કરી છે.

આ ધ્વજમા વાદળી, લાલ, સફેદ, પીળો અને નારંગી રંગ હોય છે. તમામ કલર અલગ અલગ બાબતોના પ્રતીક છે. વાદળી રંગ પ્રેમ અને આદર, લાલ રંગ આશીર્વાદનું પ્રતીક, સફેદ રંગ ધર્મની શુદ્ધતા, નારંગી રંગ બુદ્ધિનું પ્રતીક અને પીળો મુશ્કેલ પરિસ્થિતિઓથી બચાવનું પ્રતીક માનવામાં આવે છે.

દાન પુણ્ય કરવું

બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે દાન દેવાનું ખાસ મહત્વ છે. ઘણા બૌદ્ધ મંદિરો લોકોને વિનમૂલ્યે સુવિધાઓ આપીને આ ઉત્સવની ઉજવણી કરે છે.

પિંજરામાં બંધ પશુ પક્ષીઓને મુક્ત કરવા

કેટલાક લોકો મુજબ પૂર્ણિમાનો તહેવાર પિંજરામાં બંધ પશુ-પક્ષીઓને મુક્ત કરીને પણ બનાવે છે. આ પ્રથા દેશ-વિદેશમાં લોકોને કેદી બનાવવાના નૈતિક મામલાને પણ ઉજાગર કરે છે. (સાભાર-Astrosage.com)
Published by:kuldipsinh barot
First published: