Home /News /dharm-bhakti /

Buddha Purnima 2021: જાણો બૌદ્ધ ધર્મનો ઉપદેશ અને ક્યારે થઈ તેની સ્થાપના

Buddha Purnima 2021: જાણો બૌદ્ધ ધર્મનો ઉપદેશ અને ક્યારે થઈ તેની સ્થાપના

અડધી રાતે તેમણે મહેલ સુખ-સુવિધાનો ત્યાગ કરીને તેમના સવાલનો જવાબ શોધવા નીકળી પડ્યા હતા.

અડધી રાતે તેમણે મહેલ સુખ-સુવિધાનો ત્યાગ કરીને તેમના સવાલનો જવાબ શોધવા નીકળી પડ્યા હતા.

છઠ્ઠી સદીમાં ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. બૌદ્ધ ધર્મની શરૂઆત ભારતમાં થઈ હતી, પરંતુ અત્યારે શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ, તિબેટ, ચીન અને જાપાન સહિત અનેક દેશોમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન બુદ્ધનો જન્મ ભારત-નેપાળની સીમા પર એક નાના રાજ્ય લુંબિનીમાં સિદ્ધાર્થ ગૌતમના નામે થયો હતો. તેમનો અદભુત ઉછેર થયા બાદ પણ તેમણે જીવનની ઘડપણ, બીમારી અને મૃત્યુ જેવી કઠોર વાસ્તવિકતાને અનુભવ્યા બાદ જાહોજલાલીભર્યુ જીવન ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કારણોસર તેમને જીવનનો અર્થ શોધવા માટે પ્રેરણા મળી અને અડધી રાતે તેમણે મહેલ સુખ-સુવિધાનો ત્યાગ કરીને તેમના સવાલનો જવાબ શોધવા નીકળી પડ્યા હતા.

ભગવાન બુદ્ધે બિહારમાં સ્થિત મગધમાં એક બોધિ વૃક્ષ નીચે અનેક દિવસો સુધી ધ્યાન ધર્યું અને જ્ઞાન પ્રાપ્ત કર્યું, તે બાદ તેઓ ભગવાન બુદ્ધ બન્યા. બુદ્ધનો અર્થ થાય છે એક જાગૃત અને પ્રબુદ્ધ વ્યક્તિત્વ. ભગવાન બુદ્ધ બન્યા બાદ તેમણે અનુભવ કર્યો કે દરેક વ્યક્તિમાં અદભુત ક્ષમતા રહેલી છે અને તેને લોકો સમક્ષ રજૂ કરવા માટે માત્ર થોડી મદદની જરૂર છે. ભગવાન બુદ્ધે તેમની શિક્ષાના માધ્યમથી લોકોને આગળ વધવા માટે જ્ઞાન આપવાનો નિર્ણય કર્યો.

26 મેએ ઉજવાશે Buddha Purnima, કેમ આ દિવસ છે ખાસ અને જાણો તેનો ઇતિહાસ

ભગવાન બુદ્ધ દ્વારા જે પ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો, તેને ધમ્મક્કપ્પવત્તન સુત્ત, જેનો અર્થ છે “ધર્મના ચક્રને ફેરવવું”. આ ઉપદેશમાં આઠ મહત્વની બાબતોનું જ્ઞાન આપવામાં આવ્યું છે. જેમાં યોગ્ય દ્રષ્ટી, યોગ્ય વિચાર, યોગ્ય બોલ, યોગ્ય કાર્ય, યોગ્ય જીવનશૈલી, યોગ્ય પ્રયાસ, યોગ્ય ધ્યાન અને યોગ્ય એકાગ્રતા વિશે કહેવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધે પાંચ તપસ્વીઓને શિક્ષા આપી જે તેમના શિષ્ય બન્યા.

HBD: જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ, સલમાન સાથે છે કનેક્શન

બૌદ્ધ ધર્મ શું ઉપદેશ આપે છે?

બૌદ્ધ ધર્મના ઉપદેશમાં જીવનને નિરંતર પરિવર્તનની પ્રક્રિયાના રૂપમાં જોવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં સુખી અને શાંતિપૂર્ણ જીવનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. બોદ્ધ ધર્મમાં અન્ય દેશોની જીવન માન્યતાઓ વિશે નહીં, પરંતુ પોતાના જીવનને જોવાની અને તેના વિશેની સમજણ વિકસિત કરવાનું શીખવવામાં આવે છે.

ખુદને કેવી રીતે સમજવું અને નિયમિત જીવનમાં આવતી સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તેની શિક્ષા આપવામાં આવે છે. બોદ્ધ ધર્મમાં મન પર કાબૂ કેવી રીતે મેળવવો તેની પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે અને સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે, ‘એકાગ્રતા’. એકાગ્રતાથી મન શાંત રહે છે અને સકારાત્મક વિચારો વિકસિત થાય છે.
First published:

Tags: Buddha Purnima

આગામી સમાચાર