26 મેએ ઉજવાશે Buddha Purnima, કેમ આ દિવસ છે ખાસ અને જાણો તેનો ઇતિહાસ

26 મેએ ઉજવાશે Buddha Purnima, કેમ આ દિવસ છે ખાસ અને જાણો તેનો ઇતિહાસ
બુદ્ધ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 25 મે, 2021એ રાત્રે 8.29 કલાકે થશે અને 26 મે, 2021એ સાંજે 4.43 કલાકે પૂર્ણ થશે.

બુદ્ધ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 25 મે, 2021એ રાત્રે 8.29 કલાકે થશે અને 26 મે, 2021એ સાંજે 4.43 કલાકે પૂર્ણ થશે.

  • Share this:
આજે  26 મે, 2021 અને બુધવારે વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવશે. કહેવામાં આવે છે કે, આ જ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો અને કપરી તપસ્યા તેમજ સાધના બાદ તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઇ હતી. આ તહેવાર માત્ર બૌદ્ધ જ નહીં, પરંતુ હિંદુ ધર્મના લોકો પણ ખાસ ઉજવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, બુદ્ધ ભગવાન વિષ્ણુના 9માં અવતાર હતા.

જો આ દિવસ અને તેની સાથે જોડાયેલ તથ્યોના ઇતિહાસ પર નજર કરીએ તો, ભગવાન બુદ્ધનો જન્મ ઇ.સ. પૂર્વે 563માં નેપાળના કપિલવસ્તુ પાસે લુમ્બિનીમાં થયો હતો. કપિલવસ્તુ તે સમયે મહાજનપદની રાજધાની હતી. લુમ્બિની હાલ દક્ષિણ મધ્ય નેપાળમાં સ્થિત છે. આ જ સ્થળે સમ્રાટ અશોકે ત્રીજી શતાબ્દિમાં ભગવાન બુદ્ધના પ્રતિક તરીકે એક સ્તમ્બ બનાવ્યો હતો. ઇતિહાસકારોના મતે, બુદ્ધ શાક્ય ગૌત્રના હતા અને તેમનુ સાચું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન હતુ. તેઓ શાક્ય ગણના પ્રમુખ હતા. જ્યારે તેમના માતાનું નામ માયા દેવી હતું. કહેવાય છે કે સિદ્ધાર્થના જન્મના 7 દિવસ બાદ જ તેમની માતાનું નિધન થતા, તેમનો ઉછેર તેમની સાવકી માતા પ્રજાપતિ ગૌતમીએ કર્યો હતો. સિદ્ધાર્થે માત્ર 29 વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કર્યો અને બોધગયામાં પીપળાના વૃક્ષ નીચે 6 વર્ષ સુધી તપસ્યા કરી હતી.



Buddha Purnima: 26મીએ ઉજવાશે બુદ્ધ પૂર્ણિમા, જાણો શુભ મુહૂર્ત અને તેનો ઇતિહાસ

સ્વયં બુદ્ધને બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે. તેમણે વર્ષો સુધી કઠિન તપસ્યા અને સાધના કરી હતી. જે બાદ બોધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઇ અને તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઇ. જે બોધિવૃક્ષ આજે પણ બિહારના ગયા જિલ્લામાં સ્થિત છે. તેમણે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાનથી આલોકિત કરનાર ભગવાન બુદ્ધનું કુશીનગરમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે નિધન થયું અને તે જ દિવસ તેમનો પરિનિર્વાણદિન કહેવાય છે.

આ દિવસે લોકો સૂર્યોદય પહેલા પૂજા સ્થળે એકઠા થઇ પ્રાર્થના અને નૃત્ય કરે છે. અમુક લોકો વ્યાયામ કરીને પણ બુદ્ધ પૂર્ણિમાં ઉજવે છે. આ દિવસે સૂર્યોદય બાદ મંદિર અને ધાર્મિક સ્થળો પર બૌદ્ધનો ઝંડો ફરકાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આધુનિક બૌદ્ધ ઝંડો શ્રીલંકાએ તૈયાર કર્યો છે. જેમાં વાદળી, લાલ, સફેદ, પીળો અને નારંગી રંગ હોય છે. વાદળી રંગ પ્રેમ અને સન્માન દર્શાવે છે, જ્યારે લાલ રંગ આશીર્વાદનું પ્રતીક છે અને સફેદ રંગ ધર્મની શુદ્ધતા દર્શાવે છે. નારંગી રંગને બુદ્ધિમત્તાનું પ્રતીક મનાય છે અને સૌથી છેલ્લે પીળા રંગને મુશ્કેલ સ્થિતિમાંથી બચવાનું પ્રતિક મનાય છે.

અમદાવાદ: સોશિયલ મિડીયમાં લાખો ફોલોવર્સ ધરાવતા યુવકને તેના જ ફોલોવરે બનાવ્યો 'મામુ', લાખોની છેતરપિંડી



આ દિવસે દાન-પૂણ્ય કરવાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. ઘણા લોકો પાંજરામાં કેદ પક્ષીઓ અને પશુઓને મુક્ત કરી આ દિવસ ઉજવે છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 25 મે, 2021એ રાત્રે 8.29 કલાકે થશે અને 26 મે, 2021એ સાંજે 4.43 કલાકે પૂર્ણ થશે. આ દિવસ વિશ્વમાં બૌદ્ધ ધર્માવલંબિયો દ્વારા ખૂબ શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ઉજવાય છે. વૈશાખ પૂર્ણિમાની તિથિ ભગવાન બુદ્ધના જીવનની પ્રમુખ ઘટનાઓ સાથે સારી રીતે સંકળાયેલ છે, તેથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસને ખૂબ માને છે.
Published by:News18 Gujarati
First published:May 26, 2021, 06:47 am

ટૉપ ન્યૂઝ