Home /News /dharm-bhakti /Bride Griha Pravesh: લગ્ન બાદ આ રીતે કરો નવવધુનું ગૃહપ્રવેશ, ઘરમાં હંમેશા રહેશે સુખ-શાંતિ

Bride Griha Pravesh: લગ્ન બાદ આ રીતે કરો નવવધુનું ગૃહપ્રવેશ, ઘરમાં હંમેશા રહેશે સુખ-શાંતિ

ફાઇલ ફોટો

લગ્ન બાદ પતિ પોતાની પત્નીને તેણીના પિયરથી પોતાના ઘરે લઈને આવે છે. સાસરીમાં દુલ્હનનો ગૃહપ્રપવેશ ધૂમધામ અને શુભ મુહૂર્તે કરવામાં આવે છે. કારણકે નવવધુમનું ગૃહપ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

    હિન્દુ ધર્મના લગ્નની ઘણી વિધિ અને નિયમો જોડાયેલા છે. હિન્દુ ધર્મના તમામ 16 સંસ્કારોમાંથી વિવાહ પણ એક છે. લગ્ન બાદ જ્યારે નવવધુ પહેલીવાર સાસરીમાં આવે છે ત્યારે તેણીનું ધામધૂમથી ગૃહપ્રવેશ કરવામાં આવે છે. ફક્ત સાસરી પક્ષ માટે જ નહીં પણ નવી દુલ્હન માટે પણ આ પળ ખૂબ જ ખાસ હોય છે. કારણકે, તે પોતાના તે ઘરને છોડીને આવે છે જ્યાં તેનો જન્મ થયો અને બાળપણ વીત્યુ. લગ્ન બાદ દુલ્હન પોતાના પતિની સાથે પોતાના ઘરમાં પ્રેવેશ કરે છે. ઘરની વહુને માતા લક્ષ્મીનું રુપ માનવામાં આવે છે. તેથી શુભ મુહૂર્ત અને વિધિની સાથે નવવધુનો ગૃહપ્રવેશ કરાવવો જોઈએ. જેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધ બની રહે.

    નવવધુના ગૃહ પ્રવેશનું મુહૂર્ત


    હિન્દુ ધર્મમાં તમામ કાર્ય શુભ મુહૂર્તમાં જ કરવાનું વિધાન છે. નવવધુનું ગૃહપ્રવેશ પણ શુભ મુહૂર્તમાં જ કરો. તેનાથી વર-વહુનું જીવન સુખી અને સાર્થક થાય છે. નવવધુના ગૃહ પ્રવેશ માટે જ્યોતિષ અનુસાર રાતનો સમય શુભ માનવામાં આવે છે. રાત્રે સ્થિર લગ્ન અથવા સ્થિર નવમાંશમાં નવવધુનો ગૃહપ્રવેશ શુભ માનવામાં આવે છે.

    આ પણ વાંચોઃ Margashirsha Purnima 2022: ક્યારે છે માર્ગશીર્ષ પૂર્ણિમા? જાણો તિથિ અને આ દિવસે ચંદ્રમા પૂજાનું મહત્વ

    નવવધુના ગૃહપ્રવેશના નિયમો


    કળશ ચોખા નિયમ


    નવવધુ સાસરીમાં પ્રવેશ કરતા સમયે ચોખાથી ભરેલા કળશને પોતાના જમણા પગથી ઘરની અંદર પાડીને પ્રવેશ કરે છે. એવી માન્યતા છે કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

    દુલ્હનના પગના શુભ ચિહ્ન


    જે પ્રકારે માતા લક્ષ્મીના ચરણ ચિહ્ન ઘરે શુભતા માટે બનાવવામાં આવે છે. ઠીક એ જ પ્રકારે નવી દુલ્હનના ગૃહ પ્રવેશ સમયે કંકુ પગલા કરવામાં આવે છે. આ વિધિને લઈને એવુ માનવામાં આવે છે કે ઘરની નવી વહુ માતા લક્ષ્મીની જેટલી શુભ છે.

    આ પણ વાંચોઃ Shukra Gochar 2022: આવતા મહીને શુક્ર બે વખત કરશે ગોચર, આ રાશિના જાતકોને ફાયદો જ ફાયદો

    પૂજા-પાઠ


    ગૃહ પ્રવેશ બાદ દુલ્હન સૌથી પહેલા પોતાની સાસરીના કુળદેવી અથવા કુળદેવતાના આશિર્વાદ લે છે

    વીંટી શોધવાની વિધિ


    પૂજા-પાઠ બાદ દુલ્હા-દુલ્હનને દૂધ અથવા રંગથી ભરેલી થાળીમાં વીંટી શોધવાની વિધિ કરાવવામાં આવે છે. જોકે આ વિધિ ફક્ત મોજ-મસ્તી માટે કરવામાં આવે છે. પણ માનવામાં આવે છે કે જે પહેલા વીંટી શોધી લે જીવનભર સાસરીમાં તેનું જ રાજ ચાલે છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: ધર્મ ભક્તિ, લગ્ન

    विज्ञापन
    विज्ञापन