Home /News /dharm-bhakti /સૃષ્ટિના સર્જક બ્રહ્મ દેવની પૂજા શા માટે નથી થતી? જાણો કોણે આપ્યો હતો શ્રાપ

સૃષ્ટિના સર્જક બ્રહ્મ દેવની પૂજા શા માટે નથી થતી? જાણો કોણે આપ્યો હતો શ્રાપ

બ્રહ્મ દેવની પૂજા શા માટે નથી થતી?

Brahma Katha: સૃષ્ટિના સર્જક હોવા છતાં પણ બ્રહ્માજીની પૂજા થતી નથી. ભગવાન બ્રહ્માને તેમની પત્ની સાવિત્રીએ શ્રાપ આપ્યો હતો. ભગવાન બ્રહ્માની પૂજા પુષ્કરમાં જ થાય છે.

    હિન્દૂ ધર્મમાં તમામ દેવતાઓને પોતાનું સ્થાન અને મહત્વ છે. તમામ દેવતાઓની પૂજા-અર્ચના માટે તમામ વિશેષ દિવસ અંને વિધિ નક્કી હોય છે. સૌથી ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું નામ આવે છે. બ્રહ્મા જીને સૃષ્ટિના રચયિતા કહેવામાં માનવામાં આવે છે. ભગવાન શિવ, વિષ્ણુ સહીત તમામ દેવતાઓની ઉપાસના થાય છે પરંતુ બ્રહ્માજીની પૂજા કરવામાં આવતી નથી. હવે એવામાં સવાલ થાય છે કે બ્રહ્માજીની પૂજા કેમ નથી થતી? પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે બ્રહ્માજીની પૂજા નહિ કરવા પાછળ પૌરાણિક કથા પ્રચલિત છે. આઓ જાણીએ બ્રહ્માજીની આ કથા.

    યજ્ઞ પહેલા કર્યા હતા લગ્ન

    પુરાણો અનુસાર, એક વખત સૃષ્ટિના કલ્યાણમાટે બ્રહ્માજીએ એક યોજના બનાવી હતી. યજ્ઞ માટે જગ્યાની તલાસ માટે બ્રહ્માજીએ પોતાના એક કમળને પૃથ્વી પર મોકલ્યું. કમળ જે જગ્યા પર પડ્યું, ત્યાં બ્રહ્માજીનું મંદિર સ્થાપિત થયું અને આ જગ્યા રાજસ્થાનના પુષ્કરમાં છે. આ કમળ પડવાથી તળાવનું નિર્માણ થયું હતું.

    આ પણ વાંચો: Grah Gochar 2022: એક રાશિમાં ત્રણ ગ્રહોનો મહાસંગમ, જાણો કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે

    યજ્ઞ માટે પણ એ જ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી બ્રહ્માજી યજ્ઞ કરવા માટે યોગ્ય સ્થાન પર પહોંચ્યા. યજ્ઞ એક શુભ સમયે શરૂ થવાનો હતો, પરંતુ તેમના પત્ની સાવિત્રી સમયસર પહોંચ્યા ન હતા. બધા દેવો આવ્યા પણ સાવિત્રીની ઓળખ ન થઈ. ત્યારે બ્રહ્માજીએ નંદિની ગાયના મુખમાંથી ગાયત્રીને પ્રગટ કર્યા અને તેમની સાથે લગ્ન કરીને યજ્ઞ પૂર્ણ કર્યો.

    સાવિત્રીએ શાપ આપ્યો

    થોડીવાર પછી સાવિત્રી યજ્ઞસ્થળ પર પહોંચ્યા અને બ્રહ્માજીની બાજુમાં એક સ્ત્રીને બેઠેલી જોઈ. આ કારણે તેઓ ગુસ્સે થઇ ગયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે આ પૃથ્વી પર તમારી ક્યાંય પૂજા નહીં થાય. તે જ સમયે તમામ દેવતાઓએ માતા સાવિત્રીને શ્રાપ પાછો લેવા વિનંતી કરી.

    આ પણ વાંચો: Vastu Tips: રોજ સવારે કરી લો ગાયના આ ઉપાય, લક્ષ્મીજી વરસાવશે કૃપા



    જ્યારે ગુસ્સો શમી ગયો, ત્યારે સાવિત્રીએ કહ્યું, પુષ્કર સિવાય કોઈ જગ્યાએ બ્રહ્માજીની પૂજા કરવામાં આવશે નહીં અને મંદિરની સ્થાપના કરવામાં આવશે નહીં. જે કોઈ મંદિરની સ્થાપના કરશે તેનો નાશ થશે. આ શ્રાપને કારણે ભગવાન બ્રહ્માની પૂજા થતી નથી.
    Published by:Damini Patel
    First published:

    Tags: Brahma, Dharm Bhakti

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन