Home /News /dharm-bhakti /

Astrology: કાંડાની રેખાઓ ખોલશે તમારા ભવિષ્ય અને ઉંમરનું રહસ્ય, બતાવશે કેટલા વર્ષો સુધી જીવશો

Astrology: કાંડાની રેખાઓ ખોલશે તમારા ભવિષ્ય અને ઉંમરનું રહસ્ય, બતાવશે કેટલા વર્ષો સુધી જીવશો

હાથની રેખાઓ

Bracelet line astrology: હથેળી, અંગૂઠો કે આંગળીઓમાં રહેલી દરેક રેખાઓને (Importance of Handline) પોતાનું અલગ મહત્વ હોય છે. જેને જોઇઇને માણસીન જીવન વિશે વિવિધ ભવિષ્યવાણી કરવામાં આવે છે.

    Astrology: હસ્તરેખા દ્વારા મનુષ્યનો સ્વભાવ અને ભવિષ્ય જણાવવામાં આવે છે. ભારતમાં હજારો વર્ષોથી આ કળા ચાલી આવે છે. હસ્તરેખા શાસ્ત્ર (Palmistry) આ દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે અને તેના વિવિધ પાસાઓ વિશે શોધ પણ થઇ રહી છે. હથેળી, અંગૂઠો કે આંગળીઓમાં રહેલી દરેક રેખાઓને (Importance of Handline) પોતાનું અલગ મહત્વ હોય છે. જેને જોઇઇને માણસીન જીવન વિશે વિવિધ ભવિષ્યવાણી કરવામાં આવે છે. આજે અમે તમને બ્રેસલેટ લાઇન (Bracelet Lines) વિશે જણાવીશું. આ હોરિઝોન્ટલ લાઇન્સ આપણા કાંડા પર આવેલી હોય છે.

    હસ્તરેખામાં બ્રેસલેટ લાઇનનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કાંડા પરની આ રેખા માનવીની ઉંમર, સ્વાસ્થ્ય, આર્થિક પાસા સિવાય ઘણું બધું કહી જાય છે. હસ્તરેખા અનુસાર વ્યક્તિની ઉંમર તેના કાંડા પર કેટલી બ્રેસલેટ લાઇન્સ છે તેના પર નિર્ભર કરે છે. જો કોઇ વ્યક્તિના કાંડા પર વધુ બ્રેસલેટ લાઇન હશે તો તેની ઉંમર વધુ હશે અને કાંડા પર ઓછી બ્રેસલેટ લાઇન એટલે ઓછી ઉંમર હશે.

    હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, કાંડા પર પહેલા બ્રેસલેટ લાઇન દર્શાવે છે કે માણસની ઉંમર 23-28 વર્ષ હશે. જ્યારે બીજી લાઇનનો અર્થ છે કે માણસ 46-56 વર્ષ જીવશે. તો ત્રીજી લાઇન દર્શાવે છે કે માણસ 69-84 વર્ષ જીવશે.

    - કાંડાની પ્રથમ બ્રેસલેટ લાઇન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ રેખા ખૂબ જ સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત છે, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ તંદુરસ્ત જીવનનો આનંદ માણશે. આવા લોકો ગજબની માનસિક અને શારિરીક શક્તિ ધરાવે છે. જોકે, આ લાઇન સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે પરિભાષિત ન હોવું માણસને નબળો અને લાપરવાહ બનાવી દે છે.

    આ પણ વાંચોઃ-Panch mahapurush yog: કુંડળીમાં આ 5 યોગ ધરાવતી વ્યક્તિ શ્રીકૃષ્ણની જેમ જ ભાગ્યશાળી હોય છે

    - બ્રેસલેટ લાઇનો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને સમજવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. મહિલાઓના કાંડા પર પહેલી બ્રેસલેટ લાઇન તૂટેલી કે કર્વ્ડ હોય તો તે સ્ત્રીરોગ અથવા ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓ તરફ ઇશારો કરે છે.

    - જ્યારે પુરૂષોમાં જો પહેલા બ્રેસલેટ લાઇન તૂટેલી કે કર્વ્ડ હો તો આવા લોકોને પ્રજનન (રીપ્રોડક્શન) સંબંધિત સમસ્યાઓની સંભાવના રહે છે. એટલું જ નહીં તેઓ યુરીનરી ટ્રેક્ટ અને પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓનો શિકાર થઇ શકે છે.

    આ પણ વાંચોઃ-Panch mahapurush yog: કુંડળીમાં આ 5 યોગ ધરાવતી વ્યક્તિ શ્રીકૃષ્ણની જેમ જ ભાગ્યશાળી હોય છે

    - કાંડા પરની બીજી બ્રેસલેટ લાઇન વ્યક્તિની સંપત્તિ અથવા આર્થિક પરિસ્થિતિની સ્થિતિનું વર્ણન કરે છે. જો બીજી બ્રેસલેટ લાઇન સીધી, સ્વચ્છ અને મજબૂત હોય તો મનુષ્યની આર્થિક સ્થિતિ સ્વસ્થ રહે છે. આવા લોકોને તેમના નજીકના લોકો પાસેથી વધુ આર્થિક સહયોગ મળે છે.

    - કાંડા પરની ત્રીજી બ્રેસલેટ લાઇન મનુષ્યના નામ, ખ્યાતિ અને તાકાત વિશે જણાવે છે. કાંડા પરની આ રેખા સીધી અને સ્પષ્ટ હોય તો તે વ્યક્તિને ખૂબ જ લોકપ્રિયતા મળશે તેમ સૂચવે છે. આવા લોકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Astrology

    આગામી સમાચાર