Home /News /dharm-bhakti /

blue topaz benefits: આ નંગ ધારણ કરવાથી મળે છે સાચો પ્રેમ, પાર્ટનર પ્રત્ય વધશે આકર્ષણ

blue topaz benefits: આ નંગ ધારણ કરવાથી મળે છે સાચો પ્રેમ, પાર્ટનર પ્રત્ય વધશે આકર્ષણ

આ નંગ પહેરવાથી મળી જશે સાચો પ્રેમ

blue topaz: રત્ન શાસ્ત્ર અનુસાર પોખરાજ ગરુનો રત્ન છે. તેને ધારણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે. જો કે, આ રત્ન પહેરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ, કારણ કે તે નુકસાન પણ કરી શકે છે. પોખરાજની ઘણી જાતો છે, જેમાંથી એક વાદળી પોખરાજ છે.

    blue topaz benefits: રત્ન શાસ્ત્ર અનુસાર પોખરાજ ગરુનો રત્ન છે. તેને ધારણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે. જો કે, આ રત્ન પહેરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ, કારણ કે તે નુકસાન પણ કરી શકે છે. પોખરાજની ઘણી જાતો છે, જેમાંથી એક વાદળી પોખરાજ છે. વાદળી પોખરાજ વિશે જાણો તેનાથી થતા ફાયદાઓ. પોખરાજમાં પાંચ રંગોમાં જોવા મળે છે. પોખરાજ પીળા, ભૂરા, સફેદ, લીલો અને વાદળી જેવા રંગોમાં ઉપલબ્ધ છે. વાસ્તવિક પોખરાજ પારદર્શક હોય છે. આ રત્નને 24 કલાક દૂધમાં રાખ્યા પછી જ જો તે ઝાંખું ન થાય તો તે વાસ્તવિક માનવામાં આવે છે.

    વાદળી પોખરાજ પહેરવાથી ગુસ્સા પર નિયંત્રણ રહે છે. આ સાથે તેને પહેરવાથી આકર્ષણ શક્તિ પણ વધે છે. આ સિવાય આ રત્ન પ્રેમ સંબંધો માટે પણ સારું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્ન પહેરવાથી સાચો પ્રેમ મળે છે. લગ્નજીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં પણ તે મદદરૂપ છે.

    આ પણ વાંચો: Indian Traditions: ભારતની આ સદીઓ જૂની પરંપરાઓ પાછળ છૂપાયેલા છે સ્વાસ્થ્ય સંબંધિત લાભ

    આ રાશિના લોકોએ ક્યારેય ન પહેરવો જોઈએ પોખરાજ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન, તુલા, મકર, કન્યા અને કુંભ રાશિના લોકોએ પોખરાજ પહેરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, હીરા અને નીલમણિ પોખરાજ સાથે ન પહેરવા જોઈએ. બીજી તરફ જો ધનુ રાશિમાં ગુરુની સ્થિતિ યોગ્ય ન હોય તો ગળામાં પોખરાજ પહેરવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ધન અને મીન રાશિના લોકોને પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિના લોકો પણ પોખરાજ ધારણ કરી શકે છે.

    આ પણ વાંચો: દેવોના દેવ મહાદેવને અર્પિત કરો આ 7 વસ્તુઓ, તમામ મનોકામના થશે પૂર્ણ

    જ્યોતિષ શાસ્ત્રોમાં રત્નોનું વિશેષ મહત્વ છે. ગ્રહોના ઉપચાર માટે રત્નોને વિશેષ મહત્વ આપવામાં આપ્યું છે. દરેક રત્ન કોઈના કોઈ ગ્રહ સાથે જોડાયેલો હોય છે. જેમ કે ગુરૂ ગ્રહ સાથે જોડાયેલો રત્ન છે પોખરાજ. અમે આજે તમને પોખરાજ પહેરવાના એવા કેટલાંક ફાયદા જણાવીશું જે વાંચીને તમે પણ આ નંગ પહેરવાનો વિચાર કરતા થઈ જશો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Love, Vastu tips, ધર્મ ભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन