કાળા દોરાનો આ એક પ્રયોગ તમને બનાવી શકે છે કરોડપતિ, આ શનીવારે જ કરી દો

માત્ર એક નાના ઉપાયથી તમે ટુંક સમયમાં માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં દન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે.

News18 Gujarati
Updated: February 1, 2019, 8:38 PM IST
કાળા દોરાનો આ એક પ્રયોગ તમને બનાવી શકે છે કરોડપતિ, આ શનીવારે જ કરી દો
માત્ર એક નાના ઉપાયથી તમે ટુંક સમયમાં માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં દન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે.
News18 Gujarati
Updated: February 1, 2019, 8:38 PM IST
કાળો દોરો બાંધવાની પ્રથા આજની નથી, કેટલાએ વર્ષોથી આ દોરો હાથમાં, પગમાં, ગળામાં અને ખભાાપર બાંધવામાં આવે છે. મૂળ રૂપથી આ દોરો નજરથી બચવા માટે પહેરવામાં આવે છે.

વાસ્તવમાં કાળો દોરો બાંધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે. આ પાંચ તત્વ છેે- પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ અને આકાશ. આનાથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે. આમાં મળતી ઉર્જાથી જ આપણે તમામ સુવિધાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે કોઈ માણસની ખરાબ નજર આપણને લાગે છે, ત્યારે પાંચ તત્વોથી મળતી સંબંધિત સકારાત્મક શક્તિ ઉર્જા આપણા સુધી નથી પહોંચતી. જેથી ગળામાં કાળો દોરો બાંધવામાં આવે છે. કેટલાક લોકો કાળા દોરામાં ભગવાનનું લોકેટ પણ પહેરે છે, જે ખુબ શુભ માનવામાં આવે છે.

ખરાબ નજરથી બચવા માટે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કાળુ ટીલક, કાળો દોરો. કાળો દોરો પહેરવાથી કે કાળુ તીલક કરવાની પરંપરા પ્રાચિનકાળથી ચાલી આવે છે. કાળા રંગ, નજર લગાવનારાની એકાગ્રતાને ભંગ કરે છે. આ કારણથી નકારાત્મક ઉર્જા સંબંધિત વ્યક્તિને પ્રભાવિત નથી કરી શકતી.

કાળો દોરો નજરથી તો બચાવે જ છે, સાથે તેની સાથે જોડાયેલો એક ઉપાય તમને માલામાલ પણ બનાવે છે. તમે બજારમાંથી રેશમી કે સૂતરનો કાળો દોરો લઈ આવો અને કોઈ પણ મંગળવાર અથવા શનીવારે સાંજે આ કાળો દોરો હનુમાનજીના મંદિરમાં લઈ જાઓ. આ દોરામાં નવ નાની-નાની ગાંઠ લગાવી લો અને હનુમાનજીના પગનું સિંદુર લગાવી દો.

હવે આ દોરાને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો અથવા તિજોરી પર બાંધી દો. માત્ર એક નાના ઉપાયથી તમે ટુંક સમયમાં માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં દન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે. શનિવારે જ્યારે કોઈને ખરાબ નજરથી બચાવવા માટે કાળો દોરો ધારણ કરો તો ત્યાં ॐ शनये नम:નો જાપ કરતા કરતા ગાંઠ બાંધો.

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, કાળો રંગ ઉષ્માનું અવશોષક હોય છે. આની માટે કાળો દોરો ખરાબ નજર અથવા હવાઓને અવશોષિત કરે છે. જેની અસર આપણા શરીરને નથી થતી. આ એક પ્રકારનું સુરક્ષા કવચ બનાવી દે છે. શનિ દોષથી બચવા માટે પણ માણસે કાળો દોરો પહેરવો જોઈએ. આનાથી શનીનો પ્રકોપ માણસ પર નથી પડતો.
First published: February 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...