Home /News /dharm-bhakti /માંથી મોટો કોઈ યોદ્ધા નથી! દીકરીની પીડા જોઈ માતાથી ન રહેવાયું, આપી આકરી પરીક્ષા

માંથી મોટો કોઈ યોદ્ધા નથી! દીકરીની પીડા જોઈ માતાથી ન રહેવાયું, આપી આકરી પરીક્ષા

દીકરી માટે દંડવત યાત્રા કરતી માં

    મુંગેર: જયારે માણસ બધી જ જગ્યાએથી હારી જાય ત્યારે એક આશા હંમેશા રાખતો હોય છે કે હવે તો ભગવાન બચાવી લે તો સારું. શ્રદ્ધા માણસને કેટલી શક્તિ આપી શકે! અનોખી તાકાત હોય છે શ્રદ્ધામાં. ભગવાન પર ભરોસો રાખવા માત્રથી વ્યક્તિ પોતાની ક્ષમતા ઉપરાંત ઘણું બધું કામ કરી બતાવતો હોય છે. લોકો માનતાઓ માનતા હોય છે ઉપવાસ કરતા હોય છે વ્રત કરતા હોય છે આ તમામ પાછળ આ શ્રદ્ધા જ તેને પીઠબળ પૂરું પાડે છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી. જેમાં એક માં એ પોતાનાં સંતાન માટે કઠિન પરીક્ષા પાર કરી બતાવી હતી.

    દીકરીના પેટનાં દુઃખાવા માની હતી મન્નત 

    મુંગેરમાં બનેલી એક ઘટનામાં એક માતાએ દીકરીના પેટનાં દુઃખાવાથી કંટાળીને તેનથી છુટકારો મેળવવા માટે અને તેણીની સલામતી માટે ગુજરાતથી મુંગેર સુધીની સફર ખેડી હતી. ત્યાર પછી તેમણે સતત 12 કલાક અઘરી દંડવત યાત્રા કરીને મુંગેર સ્થિત શક્તિપીઠ માં ચંડિકા દરબારમાં પહોંચ્યા હતા. તેમને ત્યાં પહોંચીને પોતાની માનતા પુરી કરી હતી અને પૂજા અર્ચના કરી હતી.

    12 કલાકમાં 2 કિલોમીટરની દંડવત યાત્રા

    ભાગલપુર જિલ્લામાં નાથનગર સ્થિત ચંપાનગરમાં રહેતા મનોજ શર્માની 35 વર્ષીય પત્ની એક દીકરા અને 1 દીકરીની માતા છે. તેઓનો દીકરો દેવરાજ 9 અને દીકરી નિષ્ઠા 5 વર્ષની છે. આરતી શર્માની દીકરી નિષ્ઠા બાળપણથી જ પેટનાં દુઃખાવાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યાનાં કારણે માતા-પિતાએ 2.5 વર્ષની ઉંમરે જ નિષ્ઠાએની તપાસ કરાવી હતી. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે પેટમાં પથરી હોય શકે છે. આરતી શર્માએ જણાવ્યું હતું કે ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ પથરી તો નીકળી ગઈ હતી પરંતુ પેટનો દુઃખાવો ઓછો થતો ન હતો. ભીષણ ગરમી અને તડકાની પરવા કર્યા વગર 12 કલાકમાં 2 કિલોમીટરની દંડવત યાત્રા કરીને ચંડિકા માતાનાં દરબારમાં પહોંચ્યા હતા.

    મનોકામના પુરી થશે તો ફરી આવીશ

    હાલ તેઓ ગુજરાતમાં રહે છે અને તેના પતિ મનોજ શર્મા મજૂરી કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. આરતી શર્માએ જણાવ્યું હતું કે અહીં માં ચંડિકા બધાની મનોકામના પુરી કરે છે અને જો મારી દીકરીને રાહત થઇ જશે તો હું ફરી અહીં આવીશ.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Humanity, Mother Daughter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन