Home /News /dharm-bhakti /અહીં હનુમાનજીનું ચમત્કારિક મંદિર છે, આજ સુધી એક પણ વ્યક્તિ અહીં Corona સંક્રમિત નથી થયું

અહીં હનુમાનજીનું ચમત્કારિક મંદિર છે, આજ સુધી એક પણ વ્યક્તિ અહીં Corona સંક્રમિત નથી થયું

છિંદ વાલે દાદા

મહત્વની વાત એ છે કે, આજુ બાજુ તમામ શહેરો-ગામડાઓમાં ગલી-ગલીએ સંક્રમણ ફેલાયેલું છે, પરંતુ છિંદ વાલે દાદાજીની કૃપાથી આજ દિન સુધી એક પણ વ્યક્તિ અહીં સંક્રમિત નથી

ભોપાલ : પ્રખ્યાત સંકટ મોચન હનુમાન જી મધ્ય પ્રદેશના ભોપાલમાં અહીં વિશાળ પીપળના ઝાડની નીચે દક્ષિણ મુખી બીરાજમાન છે. હનુમાન જી રોગોથી દુર રાખતા હોવાનું માનવામાં આવે છે. હનુમાન જી શિસ્તબદ્ધ જીવનશૈલીને પસંદ કરે છે, શિસ્તબદ્ધ જીવનશૈલી જીવે છે અને હનુમાન જીની ઉપાસના કરે છે તેવા ભક્તો પર ભગવાન હનુમાન ખૂબ પ્રસન્ન થાય છે. હનુમાન ભક્તો સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. હનુમાન ચાલીસામાં પણ કહેવામાં આવ્યું છે, 'નાસે રોગ હરે સબ, જો સુમિરે હનુમંત બલબીરા'. આ પંક્તિ કોરોના મહામારીના સમયગાળામાં અહીં સાચી સાબિત થઈ જોવા મળી રહી છે. 200થી વધુ વર્ષો જુના છિંદધામના મંદિરે દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવે છે. અહીં શું મહિમા છે?

મધ્ય પ્રદેશની રાજધાની, ભોપાલની નજીક રાયસેન જિલ્લાના બરેલી વિસ્તારના છિંદ ગામમાં એક પ્રખ્યાત હનુમાન મંદિર છે. હનુમાનજીએ અહીં એવી કૃપા કરી છે કે, આ ગામમાં હજી સુધી કોરોના સંક્રમણનો એક પણ કેસ આવ્યો નથી. મહત્વની વાત એ છે કે, આજુ બાજુ તમામ શહેરો-ગામડાઓમાં ગલી-ગલીએ સંક્રમણ ફેલાયેલું છે, પરંતુ છિંદ વાલે દાદાજીની કૃપાથી આજ દિન સુધી એક પણ વ્યક્તિ અહીં સંક્રમિત નથી થયો. દેશભરમાંથી લાખો ભક્તો પોતાની મનોકામના સાથે અહીં આવે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે સવારે ચાર વાગ્યાથી ભક્તોની લાઈન લાગી જાય છે.

આ પણ વાંચો - નવી આફત: હવે મળ્યો 'ટ્રિપલ મ્યૂટેન્ટ' Corona! અન્ય પ્રકાર કરતા ખતરનાક, વેક્સીન પર શું અસર થશે?

ખાસ પ્રસંગો યોગ્ય છે

હનુમાન જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે અહીં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વખતે સંક્રમણના કારણે પ્રવેશ બંધ છે. લોકો પરિવાર અને મિત્રો સાથે આવે છે. તેઓ પ્રાર્થના અને પૂજા અર્ચના કરે છે. ઘણા ભક્તો ભંડારાનું આયોજન કરી પ્રસાદીનું વિતરણ પણ કરે છે. અહીં ભજન, કીર્તન દિવસ-રાત યોજવામાં આવે છે અને આ વિસ્તારમાં મેળો પણ ભરાય છે. આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે.

ખેડૂતને દુર્લભ પ્રતિમા મળી હતી

હનુમાન જીની પ્રાચીન પ્રતિમા વિષે કહેવામાં આવે છે કે, આ દુર્લભ પ્રતિમા જે સ્થળે સ્થપાઇ હતી, ત્યાં અગાઉ ખેતીની જમીન હતી. આ જમીનના માલિકને ખેતરમાં કામ કરતી વખતે બજરંગબલીની પ્રતિમા મળી હતી. તે પછી ખેડૂતે તે જ જગ્યાએ એક નાનો મઢિયો બનાવ્યો અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી. તે દિવસથી અહીં પૂજા-અર્ચના શરૂ થઈ અને છિંદધામની મહિમા ચારે બાજુ વધતી ગઈ. અને લાખોની સંખ્યામાં ભક્તોની અવર-જવર શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો - સુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો

પુરા ગમમાં એક પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી થયો

અહીંના સ્થાનિક રહીશ દિગપાલસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ ગામમાં હજી સુધી કોરોના વાયરસનો ચેપ ફેલાયો નથી. એક પણ વ્યક્તિને ચેપ લાગ્યો નથી. દાદાજી મહારાજ ખુશ રહે અને, તમામ ગામ અને શહેર આ મહામારીમાંથી બહાર આવી જાય.
First published:

Tags: હનુમાન જયંતિ