ભીમ એકાદશી: માહત્મ્ય, ફળ અને કથા

News18 Gujarati
Updated: June 13, 2019, 9:45 PM IST
ભીમ એકાદશી:  માહત્મ્ય, ફળ અને કથા
સ્વામીનારાયણ મંદિર, કુમકુમ

આ નિર્જળા ભીમ એકાદશી જે કરતા નથી તેઓ આત્મદ્રોહી, પાપી, દુરાચારી અને દુષ્ટ થાય છે. અને એમના સો સો કુળ દુરાચારમાં જતા રહે છે.

  • Share this:
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

કુમકુમ મંદિર ખાતે 13 જૂન - જેઠ સુદ એકાદશી - નિર્જળા - ભીમ એકાદશીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા.

આજે તા ૧૩-૦૬-૨૦૧૯ ને રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી શ્રી સ્વામિનારાયણ - કુમકુમ – મંદિર મણિનગર ખાતે મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં આ પ્રસંગે સવારે ૦૫.૩૦ થી ૬.૩૦ સમૂહ પ્રાર્થના, ધૂન - સામુહીક પૂજા યોજવામાં આવી. સવારે ૭ -- 00 વાગ્યાથી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું. સવારે ૮-૦૦ વાગે ભગવાનને વિશિષ્ટ શાગાર ધરાવવામાં આવ્યો હતો. જ્યારે સાંજ ૭.૦૦ વાગ્યે આરતી, શ્લોક મહિમાગાન ગઈને ઉત્સવ કરવામાં આવશે.

આ નિર્જલા ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેઠ માસમાં શુકલ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી - ભીમ એકાદશી કહેવામાં આવે છે. આ જેઠ સુદ એકાદશીના રોજ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તેનું મહત્વ એવું છે કે, આ દિવસે ભીમે પણ એકાદશી કરી હતી. ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો છતાં તેણે કરી હતી.

નિર્જળા - ભીમ એકાદશી કરવાનું ફળ
ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદારજી જણાવ્યું હતું કે, પદ્મ પુરાણમાં ભીમ એકાદશી એટલે કે, નિર્જળા એકાદશી કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે, આ એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, સદા જુઠુ બોલનાર આદિ અનેક મહાપાપોથી મુકિત મળે છે.આ એકાદશી કરવાથી મેરુ અને મંદરાચળ પર્વત જેવા મોટા પાપનો કોઈ માણસ પર્વત હોય, તો પણ તેના પાપ નાશ પામી જાય છે. આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.

નિર્જળા - ભીમ એકાદશી ન કરવાથી લાગતું પાપ :
આ નિર્જળા ભીમ એકાદશી જે કરતા નથી તેઓ આત્મદ્રોહી, પાપી, દુરાચારી અને દુષ્ટ થાય છે. અને એમના સો સો કુળ દુરાચારમાં જતા રહે છે.

નિર્જળા - ભીમ એકાદશીની શાસ્ત્રોક્ત કથા :
એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહયું કે, યુધિષ્ઠીર, કુંતી દેવી, દ્રોપદી, અર્જુન, નકુલ, સહદેવ એ બધા એકાદ દિને ભોજન કરતા નથી. અને તેઓ મને પણ તેમ કરવાનું કહે છે, પરંતુ હું ભૂખ્યો રહી શકતો જ નાથી. તો, વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો

ત્યારે મહર્ષિ વ્યાસે કહયું કે, તારે સ્વર્ગમાં જવું હોય અને નરકમાં ના જવું હોય તો બારે માસની ર૪, એકાદશી કરવી જ પડશે, ત્યારે ભીમે કહયુ કે, હે પિતામહ, હું એકવાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી. તો હું ઉપવાસ કેવી રીતે કરું ? મારા જઠરમાં વૃક જમાનો અગ્નિ સદા પ્રજવલિત રહે છે. બહુ જ ખોરાક ખાઉં ત્યારે જ શાંત જાય છે. તેથી બહુ - બહુ તો વચમાં એક ઉપવાસ કરી શકું, તો તમે મને એ કહો કે, કયા માસમાં કઈ તિથિએ ઉપવાસ કરું, જેથી મારુ કલ્યાણ થાય.

ત્યારે મહર્ષિ વ્યાસે કહયું કે, જેઠ માસમાં શુકલ પક્ષની એકાદશીએ નકરોડો -ઉપવાસ કરવો - પાણી પણ પીવું નહી એવી રીતે ઉપવાસ કરવાથી બારેમાસની ર૪ એકાદશીનું ફળ મળે છે. તો તારે એ રીતે આ એકાદશીએ ઉપવાસ કરવો. અને બારસના દિવસે સ્નાનાદીક કરીને, બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવવું, પછી તારે ભોજન કરવું એમ વ્રત ફરીશ તો તને ર૪ એકાદશીનું ફળ મળી જશે.

આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસારે આ રીતે ભીમ અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડયું છે. અને તેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે.
First published: June 13, 2019, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading