Home /News /dharm-bhakti /Video: આ તળાવમાં ઉગતા કમળનું વિશેષ મહત્વ, ઉજ્જૈન-સિદ્ધીવિનાયકને ચઢે છે આ ફૂલ

Video: આ તળાવમાં ઉગતા કમળનું વિશેષ મહત્વ, ઉજ્જૈન-સિદ્ધીવિનાયકને ચઢે છે આ ફૂલ

આ ગામનુ ફૂલ પહોંચે છે ઉજ્જેન

અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામના તળાવમાં થતા કમળ ઉજ્જૈન, મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધીવિનાયક મંદિર અને મહાલક્ષ્મી મંદિરે અર્પણ કરવામાં આવે છે. નજીવા ભાવે વેપારીઓ ખરીદી કરીને અન્ય શહેરોમાં બમણા ભાવે વેચાણ કરે છે.

Aarti Machhi, Bharuch: અંકલેશ્વર તાલુકો નર્મદા નદીના પટ્ટમાં આવેલો છે. અંકેલશ્વર ઔદ્યોગિક દ્રષ્ટિ સાથે સામાજિક, સાંકૃતિક અને આધ્યાત્મિક રીતે પણ મહત્વનું સ્થાન ધરાવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સહિતના ફૂલોના વેપારીઓ નાંગલ ગામના તળાવમાં થતા કમળના ફૂલ લેવા આવે છે. ગામના લોકો તળાવમાંથી કમળના ફૂલ વીણી વેપારીઓને નજીવા ભાવે વેચાણ કરે છે. આ તળાવમાં થતા કમળના પુષ્પો ઉજ્જૈન, મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક અને મહાલક્ષ્મી માતાના મંદિરે અર્પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: સાત દરવાજાવાળી વાવ ધરાવતું 156 વર્ષ જૂનું મહાદેવ મંદિર, ગાંધી, મેઘાણીએ પણ લીધી હતી મુલાકાત

દૂર દૂરથી વેપારીઓ આવે છે ફુલ ખરીદવા

વેપારીઓ નાંગલ ગામના કમળના પુષ્પો ખરીદવા શ્રાવણ માસ, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળીના તેમજ મહાશિવરાત્રીના તહેવારમાં આવતા હોય છે. આ દરમિયાન, ભાવિક ભક્તો નાંગલ ગામના તળાવમાંથી વીણવામાં આવતા કમળના ફૂલની ખરીદી કરવા આવતા હોય છે.

" isDesktop="true" id="1356494" >

વેપારીઓ આપે છે મંદિરમાં પૈસા

ગ્રામજનોએ તળાવ એક વેપારીને આપી દીધું છે, જે તળાવના ફૂલમાંથી જે આવક થાય તેમાંથી 25 હજાર જેટલી રકમ વેપારી ગામના શિવ મંદિરે આપી દેતા હોય છે. ગામના આગેવાન બાબુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ગામના તળાવમાંથી કાઢેલા ફૂલો ઉજ્જૈન, ગણપતિ બાપા અને મહાલક્ષ્મીના પૂજન માટે લઇ જવાતા હોય છે.


આ તળાવનું અનોખું મહત્વ

પૌરાણિક કથા અનુસાર, ભગવાન વિષ્ણુની નાભિમાંથી કમળનું ફૂલ ઉદ્ભવ્યું હતું અને બ્રહ્મા કમળના ફૂલમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે. બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતીજીએ કમળના ફૂલને તેમનું આસન બનાવ્યું છે. ગામના તળાવમાં થતા કમળના ફૂલો પ્રસિદ્ધ મંદિરોમાં ભગવાનને અર્પણ કરવામાં આવતા હોવાથી તળાવનું મહત્વ અનોખું હોવાનું પણ જણાવી રહ્યા છે.
First published:

Tags: Bharuch, Dharma bhakti, Local 18, Ujjain Mahakal