Vastu Tips: ભાઇબીજના દિવસે ભાઇની પૂજા અને તિલક સમયે ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટીપ્સ

પ્રતીકાત્મક તસવીર

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું મહત્વ સૌથી વધુ છે.

  • Share this:
    દિવાળીના તહેવારો(Diwali festivals 2021)નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ પાંચ દિવસીય તહેવાર લોકો ઉત્સાહભેર અને ધામધૂમથી મનાવશે. આમ તો આ બધા તહેવારોનું પોતાના અલગ મહત્વ અને કથાઓ છે, પરંતુ ભાઇબીજ(Bhai dooj)નો તહેવાર સૌથી વધુ ખાસ માનવામાં આવે છે.

    આ વર્ષે ભાઇબીજનો તહેવાર 6 નવેમ્બરે શનિવારના રોજ મનાવવામાં આવશે. માન્યતા અનુસાર ભાઇબીજના દિવસે ભાઇ બહેનની ઘરે જઇને તેની પાસે તિલક લગાવી, જો બહેનના હાથનું ભોજન કરે છે તો તેને યમનો ભય આજીવન રહેતો નથી. આ દિવસે બહેનો ભાઇની પૂજા(Bhai Dooj Puja) કરી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થન કરે છે. દરેક બહેનની ઇચ્છા હોય છે કે તેના ભાઇ માટેની આ પૂજા સફળ રહે અને તેનું ફળ મળી રહે. એવામાં જો અમુક વાસ્તુ ટિપ્સ(Vastu Tips for Bhai Dooj Puja)ને પણ અનુસરવામાં આવે તો ભાઇ-બહેન બંને માટે વધુ શુભ રહે છે. તો આવો જાણીએ કે, ભાઇ-બીજ પૂજા દરમિયાન તમારે વાસ્તુને સંબંધિત કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

    ભાઇબીજ વાસ્તુ ટીપ્સ

    વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું મહત્વ સૌથી વધુ છે. તેથી ભાઇબીજના દિવસે બહેન પોતાના ભાઇને તિલક લગાવે તો ભાઇનો ચહેરો ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં હોય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ આ સમયે બહેનનો ચહેરો ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશા તરફ હોવો જોઇએ.

    આ ઉપરાંત જો તમે જમીન પર પાથરણ લગાવી ત્યાં બેસીને તિલક પૂજા સંપન્ન કરશો તો તે વધુ શુભ સાબિત થશે. વાસ્તુ ટીપ્સ અનુસાર આ દિવસે ભાઇ-બહેને કાળા કપડા પહેરવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત ધ્યાન રાખવું જોઇએ કે, તિલક સમયે ભાઇ-બહેન લેધરનું પર્સ કે કોઇ સામાનનો ઉપયોગ ન કરે.

    દિવાળી પૂજા માટે વાસ્તુ ટીપ્સ

    દિવાળી પૂજા સમયે પણ તમારે વાસ્તુને લગતી અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજાસ્થળ માટે સૌથી ઉત્તમ સ્થાન ઇશાન ખુણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશા સ્થળ છે. તેથી આ દિશામાં બેસીને પૂજા કરવી જોઇએ.

    આ ઉપરાંત પૂજામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો સાથે મૃતકો અને પૂર્વજોની તસવીરો રાખવાનુ ટાળવું જોઇએ. પૂજા રૂમમાં ચામડામાંથી બનેલો કોઇ પણ સામાન કે જૂતા-ચપ્પલ ન હોવા જોઇએ. પૂજામાં તાજા ફળો-ફૂલનો જ ઉપયોગ કરવો જરૂરી છે.
    First published: