ભદ્રકાળી જયંતિ: જાણો શા માટે ઉજવવામાં આવે છે આ પાવન દિવસ અને કઈ રીતે કરી શકાય પૂજાવિધિ

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

દેશના અમુક રાજ્યમાં ભદ્રકાળી જયંતિને અપરા એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે

  • Share this:
દેવી શક્તિના અનેક રૂપમાંથી ભદ્રકાળી (Bhadrakali) અવતાર સૌથી ઉગ્ર માનવામાં આવે છે. હિન્દુ પંરપરાઓ અનુસાર આ દિવસનું ઘણું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રકાળી જયંતિ (Bhadrakali Jayanti) દેવીના જન્મના શુભદિવસના રૂપે મનાવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે દેવી સતીના મૃત્યુ બાદ ભગવાન શિવના વાળમાંથી દેવી ભદ્રકાળી પ્રગટ થયા હતા. તેમણે પૃથ્વી પર તમામ રાક્ષસોનો સંહાર કરી લોકોને તેમનાથી બચાવવા આ અવતાર લીધો હતો. દેશના અમુક રાજ્યમાં આ દિવસને અપરા એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે.

ભદ્રકાળી જયંતિ 2021 તિથિ

હિન્દુ કેલેન્ડર અનુસાર, ભદ્રકાળી જયંતિ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીએ મનાવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર, આ દિવસ મોટાભાગે મે અથવા જૂન મહિનામાં આવે છે. આ વર્ષે આ દિવસ 5 જૂન, શનિવારે આવશે.

ભદ્રકાળી જયંતિનું આ છે ખાસ મહત્વ

નીલમત પુરાણ અથવા વિતસ્તા મહાત્મ્ય અનુસાર, આ દિવસે દેવીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એક લોકપ્રિય માન્યતા અનુસાર આ દિવસે દેવીની પૂજા કરવાથી તમામ અડચણો દૂર થાય છે અને ભક્તોની 11 ઇચ્છાઓને પૂરી કરવામાં મદદ મળે છે. કારણ કે, આ દિવસ એકાદશીના દિવસે આવે છે. મંગળવાર અને રેવતી નક્ષત્ર આવે તો આ દિવસ વધુ શુભ બની જાય છે. જોકે, આ દિવસને કુંભના મેળાના સમયે મનાવવામાં આવે તો તેનું મહત્વ વધી જાય છે.

આ પણ વાંચો, જો આપની પાસે છે 1 રૂપિયાનો આ સિક્કો તો આપને મળશે દોઢ લાખ રૂપિયા, જાણો કેવી રીતે

આ રીતે કરો પૂજાવિધિ

ભક્તો આ દિવસને ખૂબ ઉલ્લાસ પૂર્વક ઉજવે છે. લોકો ખૂબ શ્રદ્ધા અને સમર્પણ સાથે દેવીની પૂજા અર્ચના કરી ફળ પ્રાપ્તિની કામનાઓ કરે છે. આ દિવસે વાદળી રંગના કપડા પહેરવા વધારે અનુકુળ માનવામાં આવે છે. ભક્તો જળ, દૂધ, ખાંડ, મધ અને ઘીનો ઉપયોગ કરી દેવી ભદ્રકાલીની મૂર્તિને પંચામૃત અભિષેક કરે છે. ત્યાર બાદ તેમનો શણગાર કરવામાં આવે છે અને દેવીની મૂર્તિને સુંદર રીતે સજાવવામાં આવે છે. નારિયેળ પાણી ચઢાવ્યા બાદ ભક્તો ચંદન પૂજા અને બિલ પૂજા કરે છે.

આ પણ વાંચો, Gold Price Today: સતત સસ્તું થઈ રહ્યું છે સોનું, આજે પણ ઘટ્યો ભાવ, ચેક કરો 10 ગ્રામનો રેટ

બપોરે લોકો દેવીના આશીર્વાદ લેવા માટે પ્રાર્થના કરે છે અને મંત્રોનો જાપ કરે છે. ત્યાર બાદ ભક્તો ભદ્રકાલી મંદિરો અને અન્ય દેવીઓના મંદિરોમાં જઇને સાંજે અન્ય અનુષ્ઠાન કરે છે.
First published: