Home /News /dharm-bhakti /Bhadra Amavasya 2022: કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા કરો આ 5 પાંચ વિધિ

Bhadra Amavasya 2022: કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા કરો આ 5 પાંચ વિધિ

શનિ અમાસ 2022

Shani Amavasya 2022: ભોળાનાથ સમય અને કાળથી પર છે. તેથી જ તેમને મહાકાળ કહેવાય છે. જેમને મહાકાળનો આશીર્વાદ મળે તેનું કાલસર્પ દોષ કઈ બગાડી શકે નહીં. રાહુ અને કેતુના કારણે કાલસર્પ દોષ બને છે. તેનાથી છુટકારો મેળવવા માટે અમાસના રોજ રાહુકાળમાં ભગવાન શિવની પૂજા કરો.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક:  ધાર્મિક રીતે શ્રાવણી અમાસ (Amas)ને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેમાં પણ શ્રાવણી અમાસ (Sawan Amas)  શનિવારે આવી રહી છે. કહેવામાં આવે છે. શ્રાવણ અમાસનું સ્નાન અને દાન કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણી અમાસ 27 ઓગસ્ટ શનિવારનાં છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, શ્રાવણી અમાસે સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃ પ્રસન્ન થાય છે. આ દિવસે તમે પિતૃઓને સંતુષ્ટ કરી શકો છો અને કુંડળીમાં રહેલા કાલસર્પ દોષ (Kal sarp dosh)થી મુક્તિ મેળવી શકો છો. આ માટે અમુક વિધિ કરવાની જરૂર પડશે. જેથી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો.મૃત્યુંજય તિવારીએ અમાસના રોજ કાલસર્પ દોષથી છૂટકારો મેળવવાની પદ્ધતિઓ જણાવી છે.

    કાલસર્પ દોષથી મુક્તિ માટે સરળ વિધિ


    - અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરો. પિતૃઓને તર્પણ આપો, પછી ચાંદીથી બનેલા નાગ-નાગણની પ્રતિકૃતિની પૂજા કરો. પછી તેને પાણીમાં વહાવી દો. આમ કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળે છે.

    આ પણ વાંચો- ગોમેદ રત્ન કોને બનાવશે રાજા અને કોને રંક? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા છે તેના ફાયદા અને ગેરફાયદા

    - કાલસર્પ દોષથી છૂટકારો મેળવવા શિવ તંડવ સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો. આ સૌથી સરળ રસ્તો છે. અમાસના રોજ સ્નાન કર્યા બાદ આસન પર ભગવાન શિવની સામે બેસો અને પૂરી ભક્તિભાવથી શિવ તંડવ સ્તોત્રનો પાઠ કરો. ભગવાન શિવની કૃપાથી કાલસર્પ દોષ દૂર થશે.

    - ભોળાનાથ સમય અને કાળથી પર છે. તેથી જ તેમને મહાકાળ કહેવાય છે. જેમને મહાકાળનો આશીર્વાદ મળે તેનું કાલસર્પ દોષ કઈ બગાડી શકે નહીં. રાહુ અને કેતુના કારણે કાલસર્પ દોષ બને છે. તેનાથી છુટકારો મેળવવા માટે અમાસના રોજ રાહુકાળમાં ભગવાન શિવની પૂજા કરો.

    આ પણ વાંચો - Zodiac Sign: આ રાશિનાં લોકો પાર્ટનર માટે હોય છે ખૂબ જ પઝેસિવ, ચાન્સ મળે તો ચેક કરે છે ફોન

    - કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે તમે રાહુ ગ્રહ શાંતિ કરાવી શકો છો. આનાથી તમને ફાયદો પણ થઈ શકે છે.

    - કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો પણ શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ અમાસે શિવ વાસ છે કે નહીં તે જોવું પડશે. જે દિવસે શિવ વાસ હોય તે દિવસે રુદ્રાભિષેક કરવામાં આવે છે. શ્રાવણ મહિનો પણ નજીક છે, તમે ઈચ્છો તો તેમાં રુદ્રાભિષેક કરી શકો છો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amavasya 2022, Astrology, Bhadra Amavasya 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन