Home /News /dharm-bhakti /આ છે Lucky Cat: ઘરમાં લાવો તો નથી પડતી પૈસાની તકલીફ, પરિવારને બચાવે છે ખરાબ નજરથી

આ છે Lucky Cat: ઘરમાં લાવો તો નથી પડતી પૈસાની તકલીફ, પરિવારને બચાવે છે ખરાબ નજરથી

આ છે લકી કેટ

feng shui tips of lucky cat: આ લકી કેટ તમારા ઘરમાં લાવવાથી અનેક તકલીફો દૂર કરી દે છે. આ સાથે તમને ઘરમાં પૈસાની તકલીફ બહુ પડે છે તો તમારા માટે આ લકી કેટ એકદમ લકી સાબિત થાય છે અને તમારી અનેક સમસ્યાઓ પણ દૂર કરવાની તાકાત ધરાવે છે.

    Fengshui tips: વાસ્તુ વિશે દરેક લોકો જાણતાં હોય છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર જેવું જ એક ફેંગશુઇ શાસ્ત્ર પણ છે. ફેંગશુઇ શાસ્ત્ર ચીનનું વાસ્તુ શાસ્ત્ર છે. ચીન સિવાય અનેક ભારતીય લોકો પણ આમાં ખૂબ માનતા હોય છે. ભારતીય લોકો ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે ફેંગશુઇ ટિપ્સ ફોલો કરે છે. આ શાસ્ત્ર તમારા ઘરમાં પોઝિટિવિટી અને સુખ-સમુદ્ધિ લાવે છે. આ શાસ્ત્રમાં અનેક વસ્તુઓ સામેલ હોય છે, જેમ કે લાફિંગ બુદ્ધા, વિંડ ચાઇમ અને લકી કેટ. આમાંથી લકી કેટ વિશે બહુ ઓછા લોકોને જાણ હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે લકી કેટ તમારા ઘરમાં માટે કેટલી લકી છે. આ લકી કેટ તમારી ઘરની નેગેટિવિટીને દૂર કરવામાં મદદ કરે છે. તો જાણી લો આ વિશે વધુમાં..

    ઘરની મુશ્કેલીઓ દૂર કરે


    જ્યાં ભારતમાં બિલાડીને અપશુકન માનવામાં આવે છે ત્યાં ફેંગશુઇમાં જાપાના બિલાડીને ઘરમાં સુખ-શાંતિ અને સમુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ફેંગશુઇ લોકો એમના ઘર, ઓફિસમાં જાપાની બિલાડી રાખતા હોય છે. એમનું માનવું છે કે, આ બિલાડી ઘર અને ઓફિસમાં રાખવાથી આવનારું સંકટ ટળી જાય છે. લકી કેટનો ઊભો હાથ સતત હલતો રહે છે. આ માટે આને લકી કેટ કહેવામાં આવે છે.

    આ પણ વાંચો: ઘરમાં આ જગ્યા પર ના લગાવતા પિતૃઓની તસવીર

    ઉત્તર પૂર્વ દિશામાં આ જાપાની બિલાડી રાખો


    ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવા માટે ઉત્તર-પૂર્વ દિશામાં અને નીલા રંગની બિલાડી તમે રાખી શકો છો. આનાથી તમારા ધરનું સૌભાગ્ય વધે છે.

    પૈસાની તકલીફ દૂર થાય


    તમારા ઘરમાં તમને પૈસાની બહુ જ તકલીફ પડે છો તો આ કેટ તમારા માટે બહુ લકી સાબિત થઇ શકે છે. આ માટે તમે આ કેટને તમારા ઘરમાં કે ઓફિસમાં પ્રશ્વિમ દિશામાં રાખી શકો છો. આ બિલાડી તમને અનેક સમસ્યાઓમાંથી બહાર લાવે છે.

    ગુડલક માટે


    ગોલ્ડન રંગની લકી કેટ તમે તમારા ઘરનું ગુડ લક વધારવા માટે રાખી શકો છો. ફેંગશુઇ શાસ્ત્ર અનુસાર આ રંગની બિલાડી તમે મેન હોલમાં રાખી શકો છો. મેન હોલમાં રાખવાથી તમારું ઘર ખુશીઓથી ભરાઇ જાય છે.

    આ પણ વાંચો: નવરાત્રીમાં અખંડ દીવડો ઓલવાય જાય તો શું કરવું?

    નેગેટિવ એનર્જી દૂર કરે


    ઘરમાંથી નેગેટિવિટી દૂર કરવા માટે અને પરિવારને ખરાબ નજરથી બચાવવા માટે તમે ઘરમાં આ લકી કેટ રાખો છો તો સૌથી બેસ્ટ છે. આને બહુ શુભ ગણવામાં આવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: ધર્મ ભક્તિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन