Home /News /dharm-bhakti /

જાણો શિવજીના 'Om Namah Shivay' મંત્રના પ્રભાવ અને મહત્વ વિશે

જાણો શિવજીના 'Om Namah Shivay' મંત્રના પ્રભાવ અને મહત્વ વિશે

ચાલો જાણીએ "ઓમ નમઃ શિવાય" ની શક્તિશાળી અસર અને તેના મહત્વ વિશે.

Om Namah Shivay : આ મંત્ર વ્યક્તિમાં હિંમત અને ઉત્સાહ ભરે છે સાથે જ અજાણતા ભયને પણ દૂર કરે છે.

    Om Namah Shivay Mahatva: ભલે આજના સમયમાં અવનવી શોધ (Inventions) સાથે પ્રગતિ કરવામાં આવી રહી છે, પરંતુ આ આધુનિક યુગમાં લોકોના જાવનમાં ભાગદોડનું પ્રમાણ પણ પહેલા કરતા અનેકગણું વધી ગયું છે. જેના પરિણામે દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતની ચિંતામાં ડૂબેલો જ જોવા મળે છે. તણાવમાંથી બહાર આવવા માટે લોકો યોગ અને આધ્યાત્મિકતા (Spirituality) નો સહારો લે છે. હિંદુ શાસ્ત્રોમાં "ઓમ નમઃ શિવાય" (Om Namah Shivay) મંત્રને આત્માની શુદ્ધિ, તાણ અને મુક્તિ માટે સરળ મંત્ર તરીકે વર્ણવવામાં આવ્યો છે.

    હિન્દુ ધર્મમાં મંત્રોનું એક વિશેષ મહત્વ છે. મંત્રો તમને તમારા સ્ત્રોત પર પાછા લાવે છે. મંત્રનો જાપ કરવાથી કે મંત્રો સાંભળવાથી કંપન્ન પેદા થાય છે. જે તમને સકારાત્મક જીવન ઉત્થાન ઉર્જા આપે છે. ચાલો જાણીએ "ઓમ નમઃ શિવાય" ની શક્તિશાળી અસર અને તેના મહત્વ વિશે.

    “ઓમ નમઃ શિવાય” એ સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક છે. આ મંત્રના નિયમિત જાપથી શરીરમાં ઊર્જાનું નિર્માણ થાય છે અને તમારી આસપાસનું વાતાવરણ પણ સકારાત્મક બને છે. હજારો વર્ષોથી લોકો આ મંત્રનો જાપ કરે છે.

    પંચ તત્વોનું છે પ્રતિક

    નમઃ શિવાયને પંચાક્ષર કહેવામાં આવે છે, જેને પાંચ તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. આ પાંચ તત્વો માનવ શરીર સહિત બ્રહ્માંડની દરેક વસ્તુની રચનામાં શામેલ છે અને ભગવાન શિવ આ પાંચ તત્વોના સ્વામી છે. કહેવાય છે કે "ઓમ" બ્રહ્માંડનો નાદ છે. "ઓમ" નો અર્થ શાંતિ અને પ્રેમ છે, તેથી "ઓમ નમઃ શિવાય" નો જાપ પાંચ તત્વોની સુમેળ માટે કરવામાં આવે છે. “ઓમ નમઃ શિવાય: માત્ર એક જ અવાજ નથી. તે એક તરંગ છે, જે સ્વ-શાંતિ અને તાણમાંથી મુક્તિ આપે છે.

    ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી વ્યક્તિ તેના પાંચ તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મંત્રનો જાપ આપણા અસ્તિત્વના વિવિધ સ્તરોને જોડે છે અને આપણી અંદર શિવના ગુણોને વધારે છે. તે મનને શાંત કરે છે સાથે જ આ ધ્યાન માટે પણ સારી રીત છે. આ જ કારણ છે કે વૈદિક કાળમાં ઋષિમુનિઓ આ મંત્રનો સતત જાપ કરતા હતા.

    ઓમને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ અથવા બ્રહ્માંડનો અવાજ માનવામાં આવે છે. તેના જાપથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક શાંતિ મળે છે. શરીરમાં નવી ચેતના અને ઉર્જાનો વિકાસ થાય છે, મન, મગજ પર સકારાત્મક અસર પડે છે.

    આ મંત્રના છે આધ્યાત્મિક ફાયદા

    બધા મંત્રો પહેલાં આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે.

    વાસના, ક્રોધ, દ્વેષ, આસક્તિ, લોભ, ભય, વિષાદનો અંત થાય છે.

    આ મંત્ર વ્યક્તિમાં હિંમત અને ઉત્સાહ ભરે છે સાથે જ અજાણતા ભયને પણ દૂર કરે છે. આ મંત્રના સતત જાપથી મૃત્યુના ભય પર પણ વિજય મેળવી શકાય છે.

    આ મંત્રથી માણસ જીવન ચક્રનું રહસ્ય સમજે છે. આ મંત્ર મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. ઓમ શબ્દ ત્રિદેવોનો વાસ માનવામાં આવે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. કૃપા કરીને આને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lord shiva, ધર્મ

    આગામી સમાચાર