Home /News /dharm-bhakti /હીરા જેટલું લાભકારી છે આ ઝાડનું મૂળ, ધારણ કરવાથી થશે અનેક ફાયદા
હીરા જેટલું લાભકારી છે આ ઝાડનું મૂળ, ધારણ કરવાથી થશે અનેક ફાયદા
ગુલરની મૂળના લાભ
Benefits Of Gular Tree Root: હીરો દરેક વ્યક્તિ ધારણ કરી શકતું નથી. એવામાં જ્યોતિષ શાસ્ત્રમાં એક એવા ઝાડ અંગે જણાવવામાં આવ્યું છે. જેનું મૂળ ધારણ કરવાથી એ વ્યક્તિને હીરો ધારણ કરવા જેટલો જ લાભ આપે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોથી સંબંધિત નવ રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ નવરત્નો મનુષ્યની ગ્રહો અને નક્ષત્રો સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ નવરત્નો ધારણ કરવાથી ગ્રહોની શુભતા વધી શકે છે અને કોઈપણ ગ્રહની અશુભતા પણ ઓછી થઈ શકે છે. આ નવ ગ્રહોનો સંબંધ જ્યોતિષમાં એક યા બીજા વૃક્ષ સાથે જણાવવામાં આવ્યો છે. જેમ કે શનિ ગ્રહ શમીના ઝાડ સાથે સંબંધ ધરાવે છે. એ જ રીતે સૂર્ય ગ્રહનો સંબંધ બીલી સાથે જણાવવામાં આવ્યો છે. આ ક્રમમાં શુક્રનો સબંધ ગુલરના વૃક્ષ સાથે જણાવવામાં આવ્યો છે અને શુક્ર સાથે સંબંધિત રત્ન હીરા હોય છે. ભોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે.
ગુલરના મૂળના ફાયદા
જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ અનુસાર,ગુલર વૃક્ષનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર ગ્રહનો રત્ન હીરો છે. જો કોઈ વ્યક્તિ હીરો પહેરી શકતો નથી, તો તે હાથમાં ગુલરનુ મૂળ પહેરી શકે છે. તેના મૂળને હાથમાં બાંધવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. આ સિવાય ગુપ્ત રોગોમાં પણ ફાયદાકારક છે.
ગુલરના મૂળને બાંધવાથી વ્યક્તિને શારીરિક સુખ મળે છે. આ સિવાય સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. જે લોકો કલા જગત, મીડિયા કે ફેશન સાથે સંકળાયેલા છે, તેઓને ગુલરનુ મૂળ પહેરવાથી લાભ મળે છે. શુક્ર ગ્રહને ધનેશ્વરી વૈભવનો કારક માનવામાં આવે છે, આવી સ્થિતિમાં ગુલરનુ મૂળ ધારણ કરવાથી વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિમાં જન્મેલા લોકો ગુલરના ઝાડના મૂળને બાંધી શકે છે, આ સિવાય વૃષભ અને તુલા રાશિના લોકો પણ પોતાના હાથમાં ગુલરનુ મૂળ બાંધી શકે છે. આ રાશિ શુક્ર દેવ દ્વારા શાસિત માનવામાં આવે છે. બીજી તરફ, જો વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ ઉચ્ચ હોય તો તેઓ પણ આ મૂળને બાંધી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુલરના ઝાડની મૂળને ફાલ્ગુની નક્ષત્રમાં ખરીદી ઘરે લાવવું જોઈએ. આને શુક્લ પક્ષના શુક્રવારે સૂર્ય ઉદય થયા પછી ધારણ કરવું જોઈએ. એને ધારણ કરવા પહેલા સારી રીતે ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ. ગુલરના મૂળને કોઈ સફેદ રંગના કપડાંમાં બાંધી ગાળામાં અથવા હાથમાં ધારણ કરી શકો છો. એ ઉપરાંત એને ધારણ કરવા પહેલા શુક્ર દેવના બીજ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર