કપાળમાં ચંદન લગાવવાનું છે ખાસ રહસ્ય,જાણો તેનાં લાભ

ચંદનનું તિલક કરવાથી ગ્રહોની પીડા દૂર થાય છે

News18 Gujarati
Updated: June 13, 2018, 12:20 PM IST
કપાળમાં ચંદન લગાવવાનું છે ખાસ રહસ્ય,જાણો તેનાં લાભ
ચંદનનું તિલક કરવાથી ગ્રહોની પીડા દૂર થાય છે
News18 Gujarati
Updated: June 13, 2018, 12:20 PM IST
ધર્મ ડેસ્ક: ચંદન એક ખાસ સુગંધિત અને મોંઘુ લાકડું છે જેની સુગંધ અત્યંત મીઠી હોય છે. જેમ-જેમ તેનો છોડ મોટો થાય છે તેમ તેના મૂળમાં સુગંધિત તેલના અંશો વધતા જાય છે. ચંદનના લાકડાનો ઉપયોગ ખાસ કરીને મૂર્તિકલામાં થાય છે. આ ઉપરાંત ચંદનના બે પ્રકાર હોય છે. જેમાં લાલ, અને પીળા બંને પ્રકારના ચંદનનો ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ થાય છે. ચંદનના અનેક ફાયદા છે તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિને ઘણાં ફાયદા થઇ શકે છે, ચંદન સોનાથી પણ વધારે કિંમતી લાકડું છે. હિન્દૂ ધર્મમાં ચંદનને દરેક પ્રસંગે વાપરવામાં આવે છે.

ચંદનનું ધાર્મિક મહત્વ:
- હિન્દૂ ધર્મમાં ચંદનને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

- ચંદનનું તિલક કરવાથી ગ્રહોની પીડા દૂર થાય છે.
- ચંદનના તિલકથી એકાગ્રતા વધે છે, અને માનસિક તણાવ દૂર થાય છે.
- હૃદય રોગ, ચામડીનો રોગ અને માનસિક બીમારી માટે ચંદનનું તેલ ખુબ જ ફાયદા કારક હોય છે.
Loading...

- પૂજાના દરેક કાર્યમાં ચંદનનું લાકડું, અને ચંદનના લેપનો ઉપયોગ કરવામાં આવે છે.
- શિવલિંગનો અભિષેક પણ ચંદનથી કરવાની પરંપરા હોય છે.
- શ્રી હરિ અને તેમના અવતારો માટે સફેદ ચંદનનો લેપ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- દેવીની ઉપાસના માટે લાલ ચંદનનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
- બૌદ્ધ ધર્મમાં ચંદનના ઉપયોગથી ધ્યાન કરવાની પરંપરા હોય છે.
- જ્યોતિષમાં ગ્રહોની સમસ્યાના સમાધાન માટે ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે.
- ચંદનનો ઉપયોગ આર્યુવેદીક અને વૈજ્ઞાનિક બંને રીતે કરવામાં આવેછે.
- ચંદનથી આર્યુવૈદિકમાં તમામ ઔષધિઓ બનાવવામાં આવે છે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...