નાભિમાં સવારે લગાવો આ એક વસ્તુ, જે તમને બનાવી શકે છે પૈસાદાર!

News18 Gujarati
Updated: October 31, 2019, 3:39 PM IST
નાભિમાં સવારે લગાવો આ એક વસ્તુ, જે તમને બનાવી શકે છે પૈસાદાર!
પ્રતિકાત્મક તસવીર

નાભિમાં આ વસ્તુ લગાવશો તો લક્ષ્મીજી તમારી પર કરશે લાભની લ્હાણી

  • Share this:
દરેક માણસ હંમેશા એટલું કમાવા માંગે છે કે તેની આવનારી પેઢીઓ પણ આરામથી રહી શકે. પણ ધણીવાર કુંડળીમાં ગ્રહદોષના કારણે તેમની આવેલી લક્ષ્મી પણ જતી રહે છે. મહેનત તો દરેક વ્યક્તિ કરે છે. પણ તેમ છતાં દરેકને પોતાની મહેનત સામે જોઇએ તેટલું વળતર નથી મળતું. કેટલાક લોકો બસ થોડી મહેનત કરીને બહુ કમાય છે. તો કેટલાક બહુ મહેનત કરવા છતાં બે ટંકના ખાવાને ભેગા નથી થતા.

ત્યારે જો તમારી જોડે પણ દર વખતે મહેનત કરવા છતાં નસીબ આડે આવતું હોય તો એકવાર તમારે કુંડળી જ્યોતિષ પાસે દેખાડવી જોઇએ. કારણ કે ધણીવાર કુંડળીમાં શુક્ર ગ્રહ નિર્બળ હોવાથી આવું થાય છે. જો તમારી પણ કુંડળીમાં શુક્ર ગ્રહ નિર્બળ કે ખરાબ પ્રભાવવાળો હોય તો તમને ભૌતિક સુખ સગવડની ઓછી મળે છે. શુક્ર ગ્રહ નબળો હોય તેવા જાતકોને પહેલા તો શુક્ર ગ્રહને બળવાન કરવો જોઇએ.

ધર્મગ્રંથોમાં આ માટે કહેવામાં આવ્યું છે કે જેમનો શુક્ર ગ્રહ નબળો હોય તેમણે નાભિમાં ચંદન, મોગરા કે ગુલાબનું અત્તર લગાવવું જોઇએ. વળી આમ કરવાથી જે તે વ્યક્તિને માથાનું દુખાવો, ગુસ્સો અને નીદરની સમસ્યામાં પણ રાહત મળે છે.

જો કે સાથે તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ અત્તર તમે તમારા પૈસાથી જ ખરીદ્યું હોય. સાથે જ સ્નાન કરવામાં નાભિને સાફ કરો. તે પછી આ અત્તરને અહીં થોડું જ લગાવો. તમને જણાવી દઇએ કે ગુલાબનું અત્તર મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. અને ધન લગતી સમસ્યા હોય તો ગુલાબનું અત્તર લગાવવું જોઇએ. વળી ચંદનના અત્તરથી મનની શાંતિ બની રહે છે. અને શરીરને અંદરથી ઠંડક મળે છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમને નાભિમાં ચંદનનું ટપકું કરવાનું કહેવામાં આવે છે. તેનાથી પણ શીતળતા મળે છે.

 

 
First published: October 31, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading