આપણા મંદિરમાં ભગવાનની પૂજા કરતી સમયે ઘંટડી વગાડવામાં (A bell is sounded while worshipping the Lord) આવે છે. આ ઘંટડીના 4 પ્રકાર (types of bell) હોય છે. – 1. ગરૂડ ઘંટડી, 2. દ્વાર ઘંટડી, 3. હાથ ઘંટડી અને 4. ઘંટ. તો આજે અમે તમને ગરૂડ ઘંટડી (Garud Ghant) વિશે જણાવવા જઇ રહ્યા છીએ અને તેને સંબંધિત 10 ખાસ એવી વાતો જે તમે ભાગ્યે જ જાણતા હશો.
સૃષ્ટિનો નાદ: આ સૃષ્ટિના નિર્માણમાં ધ્વનિનું યોગદાન ખૂબ મહત્વનું છે. ધ્વનિમાંથી જ પ્રકાશની ઉત્પતિ અને બિંદુ રૂપ પ્રકાશમાંથી ધ્વનિની ઉત્પતિ માનવામાં આવે છે. જ્યારે સૃષ્ટિની શરૂઆત થઇ ત્યારે જે નાદ સંભળાતો હતો, ઘંટડીનો નાદ તેનો જ પ્રકાર હોવાનું માનવામાં આવે છે. ઘંટડીના રૂપમાં સતત વિદ્યમાન નાદ ઓમકારની જેમ મૂળ તત્વની યાદ અપાવે છે.
ગરૂડ ઘંટડી: ગરૂડ ઘંટડી નાની હોય છે, જેને હાથ દ્વારા વગાડી શકાય છે. તેને ગરૂડ એટલા માટે કહે છે કારણ કે તેના ઉપર ભગવાન ગરૂડની આકૃતિ બનેલી હોય છે. ગરૂડ ઘંટડીનું મુખ ગરૂડ સમાન હોય છે. ભગવાન ગરૂડને વિષ્ણુનું વાહન અને દ્વારપાળ માનવામાં આવે છે. મોટાભાગના મંદિરો પર તમે દ્વાર પર ગરૂડ ભગવાનની મૂર્તિ જોવા મળશે. તમને દક્ષિણ ભારતના મંદિરોમાં મોટાભાગે જોવા મળશે.
કાલચક્રનું પ્રતિક: ઘંટડી કે ઘંટને કાળનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પ્રલય કાળ આવશે ત્યારે પણ આ જ પ્રકારનો નાદ એટલે કે અવાજ સંભળાશે. ચારેતરફ ઘંટડીઓ સંભળાવા લાગશે.
વાતાવરણ કરે છે શુદ્ધ: જે સ્થાનો પર ઘંટડીનો અવાજ નિયમિત આવે છે ત્યાંનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર રહે છે.
પાપનો નાશ કરે છે: સ્કંડદ પુરાણ અનુસાર, મંદિરમાં ઘંટડી વગાડવાથી માણસના સો જન્મોના પાપોનો નાશ થાય છે અને કહેવાય છે કે ઘંટડી વગાડવાથી દેવતાઓ સામે તમારી હાજરી નોંધાય છે.
દેવતા સામે હાજરી: જ્યારે પણ આપણે મંદિરમાં ઘંટડી વગાડીએ છીએ ત્યારે કહેવાય છે કે દેવતાઓ આપણી નોંધ લે છે અથવા તો તેમની સામે આપણી હાજરી નોંધાય છે.
જીવાણુ-વિષાણુઓનો નાશ: કહેવાય છે કે ઘંટડી વગાડવાથી વાતાવરણમાં એક કંપન પેદા થાય છે અને આ કંપનથી વાયુમંડળમાં ફેલાયેલા જીવાણુ, વિષાણું જેવા સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે.
મન રહે છે શાંત: ઘરના પૂજાઘરમાં કે મંદિરમાં વહેલી સવારે અને સંધ્યા આરતી સમયે ઘંટડી વગાડવાનો નિયમ છે. તે પણ એક તાલમાં. તેનાથી આપણું મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે.
વાસ્તુ દોષ દૂર કરશે : જે સ્થાનો પર ઘંટડી વગાડવાનો અવાજ નિયમિત રૂપે આવે છે, ત્યાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઇ જાય છે. નકારાત્મકતા હટવાથી સમૃદ્ધિના દ્વારા ખુલે છે. તમામ પ્રકારના વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
નકારાત્મક શક્તિઓ થાય છે દૂર: સતત ઘંટડી વગાડવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. નકારાત્મકતા હટતા જ સમૃદ્ધિના દ્વારા ખુલી જાય છે. સવારે અને સાંજે ઘંટડી વગાડવાનો નિયમ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર