એક થાળીમાં ત્રણ રોટલી મૂકવાને અશુભ માનવામાં આવે છે, જાણો કારણ

News18 Gujarati
Updated: February 11, 2020, 2:30 PM IST
એક થાળીમાં ત્રણ રોટલી મૂકવાને અશુભ માનવામાં આવે છે, જાણો કારણ
અનુપ સામાન્ય રીતે આઠ થી 10 પ્લેટ ભાત અને 35-40 રોટલીઓ દાળ અને શાક સાથે લે છે. બક્સરના મંઝવારીના રાજકીય બુનિયાદી વિદ્યાલયમાં આવેલા ક્વૉરન્ટીન સેન્ટરમાં રસોયા અનુપ માટે ખાવાનું બનાવીને થાક્યા છે. જો કે એક યુવક આટલું બધુ ખાઇ શકે છે તે જોવા માટે અહીં મોટા અધિકારીઓ પણ આવી ચૂક્યા છે જે તેનું ભોજન જોઇને દંગ રહી ગયા છે.

જો કોઇને થાળીમાં ત્રણ રોટલીઓ મુકવી પડે તેવી પરિસ્થિતિ હોય તો બે રોટલી આખી અને એક રોટલીનાં બે ભાગ કરીને આપવા જોઇએ. જેથી રોટલીની સંખ્યા વધી જાય.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : હિંદુ રીતરિવાજો પ્રમાણે, થાળીમાં એકસાથે ત્રણ રોટલીઓ પિરસવી ન જોઇએ. કોઇને જમવાનું આપતી વખતે ધ્યાન રાખવામાં આવે કે, ત્રણ રોટલીઓ અપાઇ ન જાય. તેને અશુભ માનવામાં આવે છે. જો કોઇને થાળીમાં ત્રણ રોટલીઓ મુકવી પડે તેવી પરિસ્થિતિ હોય તો બે રોટલી આખી અને એક રોટલીનાં બે ભાગ કરીને આપવા જોઇએ. જેથી રોટલીની સંખ્યા વધી જાય.

જ્યોતિશશાસ્ત્ર પ્રમાણેની માન્યતા

જ્યોતિશશાસ્ત્ર પ્રમાણે, પ્રાચીન સમયથી 3 રોટલીઓ એક સાથે ન પીરસવાની માન્યતા ચાલી આવી છે. માન્યતા પ્રમાણે 3નો અંક અશુભ માનવામાં આવે છે. 3 નંબર વિશેની આ માન્યતાને લઈને જ કોઈપણ શુભ કાર્યમાં 3 નંબરને દૂર રાખવાનો પ્રયાસ કરાય છે. પુજાની થાળી કે હવન જેવા કાર્યોમાં 3 વસ્તુઓને એક સાથે નથી રાખવામાં આવતી. માન્યતા એવી પણ છે કે, 3 રોટલીનો સબંધ મૃત વ્યક્તિ સાથે છે. કહેવાય છે કે 3 રોટલી એક સાથે આપવી એ કોઈ મૃત વ્યક્તિને ભોજન આપવા જેવું છે. કોઈપણ વ્યક્તિનાં મૃત્યુ બાદ ત્રીજા દિવસે મૃતકને ભોજન તરીકે 3 રોટલીઓ અર્પણ કરાય છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર 3 રોટલીને મૃતકોનું ભોજન માનવામા આવે છે.

આ પણ વાંચો : Valentine Week 2020: આ રાશિનાં જાતકોને મળશે ભરપૂર પ્રેમ, જાણો તમારૂં શું થશે?

આ માન્યતામાં વૈજ્ઞાનિક તથ્ય પણ છે

હિંદુ રીતરિવાજો ઉપરાંત આ માન્યતા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો પણ છે. જે પ્રમાણે કોઇપણ સામાન્ય વ્યક્તિ માટે એકવારનાં ભોજનમાં બે રોટલી, એક વાટકી દાળ, 50થી 100 ગ્રામ ચોખા અને એક વાટકી શાકને એકવખતનાં ભોજન માટે સંતુલિત માનવામાં આવે છે. બે રોટલીઓમાંથી 1200થી 1400 કેલેરી ઉર્જા મળે છે. બે રોટલીઓને કારણે આપણે જમવામાં અન્ય પૌષ્ટિક વસ્તુઓ પણ ખાઇએ છીએ. આમ પણ અનેક ડાયટિશીયન પ્રમાણે, એક સાથે થોડું થોડું ખાવું વધારે પ્રમાણમાં એકસાથે ખોરાક ન લેવો.આ વીડિયો પણ જુઓ :
First published: February 11, 2020, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading