પ્રેમ, દરકાર અને સન્માન તમામ પતિ-પત્નીના હેલ્ધી રિલેશનનો આધાર હોય છે. પરંતુ અનેક વાર લગ્નના થોડા સમય બાદ પતિ-પત્નીના સંબંધમાં (Husband wife relation) મતભેદ થવા લાગે છે. તેમને ખ્યાલ જ નથી આવતો કે આ પ્રકારે શા માટે થઈ રહ્યું છે. અનેક મામલાઓમાં વાસ્તુ દોષને (Vastu dosh) કારણે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. વાસ્તુ દોષ તમામ વસ્તુઓ પર અસર કરે છે. જેના કારણે ઘરમાં અશાંતિ અને કલેશ પેદા થાય છે.
જો તમારો બેડ ખોટી દિશામાં હોય, રૂમમાં કેટલીક ખોટી વસ્તુઓ રાખવામાં આવી હોય તો તેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. અહીં નિષ્ણાંતોએ જણાવેલ બેડરૂમ વાસ્તુ ટીપ્સ વિશે જાણકારી આપવામાં આવી છે. આ વાસ્તુ ટીપ્સ અપનાવવામાં આવે તે પતિ-પત્નીના સંબંધમાં મિઠાશ ઉમેરાય છે.
બેડની સ્થિતિ સુધારો
અનેક લોકો રૂમ અનુસાર બેડની જગ્યા વારંવાર બદલતા રહે છે. પરંતુ આ પ્રકારે કરવાથી સંબંધમાં ખટાશ આવે છે. નિષ્ણાંતો અનુસાર પતિ-પત્નીના રૂમમાં બેડની દિશા દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ તરફ હોવી જોઈએ. આ પ્રકારે બેડ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. વાસ્તુ અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેડ રાખવાથી પતિ-પત્નીના સંબંધમાં સકારાત્મકતા આવે છે.
બેડરૂમનો આકાર યોગ્ય હોવો જોઈએ
પતિ-પત્ની જે રૂમમાં રહે છે તેનો આકાર યોગ્ય હોવો જોઈએ. રૂમમાં કટ અથવા અણીદાર ખૂણા ના હોવા જોઈએ. જેનાથી બેડરૂમમાં નેગેટિવિટી આવે છે અને પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બને છે.
મેટલના બેડ પર ના સૂવું જોઈએ
નિષ્ણાંતો અનુસાર પતિ-પત્નીએ ક્યારેય કોઈ પણ ધાતુના બેડ પર ના સૂવું જોઈએ. જેનાથી સંબંધમાં તણાવ ઉત્પન્ન થાય છે. ઉપરાંત ડબલ બેડ પર ક્યારેય પણ બે અલગ અલગ ગાદલા રાખીને ના સૂવું જોઈએ. બે સિંગલ ગાદલા ભેગા કરીને ડબલ બેડ પર મુકવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે ચડસાચડસી ઉત્પન્ન થાય છે.
બેડરૂમની દીવાલોનો રંગ
પતિ-પત્નીએ બેડરૂમની દીવાલ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. રૂમની દીવાલોનો રંગ સામાન્ય હોવો જોઈએ. જેનાથી વાતાવરણ સારું રહે છે. બેડરૂમનો રંગ સામાન્ય ગુલાબી અને સામાન્ય લાલ રંગનો હોય તો સારું રહે છે.
પત્નીએ ડાબી તરફ સૂવું જોઈએ
વાસ્તુ અનુસાર સંબંધમાં પ્રેમ અને રોમાન્સ જળવાઈ રહે તે માટે પત્નીએ પતિની ડાબી તરફ સૂવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાથી પતિ-પત્ની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે.
રૂમમાં રહેલ દર્પણની સ્થિતિ
બેડરૂમમાં દર્પણની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ક્યારેય પણ બેડની સામે દર્પણ ના લગાવો જોઈએ. આ પ્રકારે કરવાથી કપલ વચ્ચે ઝઘડા થાય છે. દર્પણ જેટલો મોટો હશે, વૈવાહિક જીવનમાં તેટલો તણાવ વધવાની સંભાવના છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર