યોગને પ્રચલિત કરનારા આ 10 યોગવાસિષ્ઠો

News18 Gujarati
Updated: June 20, 2018, 10:40 PM IST
યોગને પ્રચલિત કરનારા આ 10 યોગવાસિષ્ઠો

  • Share this:
વિશ્વભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આજે  સમગ્ર વિશ્વમાં યોગનો વ્યાપ વધી રહ્યો છે. ભારતને યોગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે, એટલે  દેશ-વિદેશના લોકો ભારતમાં યોગ શીખવા આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિદેશીઓને યોગ વિશે કેવી રીતે ખબર પડી? વાસ્તવમાં આ ઘણા યોગ-ગુરુઓની મહેનતનું પરિણામ છે. ચાલો, આપણે જાણીએ આ યોગ-ગુરુઓ વિશે, જેને કારણે પૂરી દુનિયામાં યોગ પ્રખ્યાત થયો.

આદિ શંકરાચાર્યઃ આદિગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળમાં એક નાનકડા ગામ કલાડી થયો હતો. એ સમયે લોકોના જીવનમાંથી વેદોનું શિક્ષણ લગભગ અદશ્ય થઈ ગયું હતું. પછી તેમણે દેશભરમાં ફરી અદ્વૈત વેદાંતને ફરી જીવંત કર્યો. તેમનું માનવું છે કે યોગથી મગજ-મન શુદ્ધ અને શાંત થઈ જાય છે. આદિ શંકરાચાર્યને મહાદેવના અંશ માનવામાં આવે છે.સ્વામી શિવાનંદ સરસ્વતીઃ સ્વામી શિવાનંદ સરસ્વતી પોતે ડૉક્ટર હતા. તેમણે યોગ, વેદાંત અને અન્ય કેટલાય વિષયો પર લગભગ 200થી વધુ પુસ્તકો લખ્યાં છે. 'શિવાનંદ યોગ વેદાંત' નામનું તેમનું એક યોગ કેન્દ્ર પણ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન આ કેન્દ્રને સમર્પિત કર્યું હતું. તેમણે યોગની સાથે કર્મ અને ભક્તિને એકજૂટ કરી સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર કર્યો હતો.પરમહંસ યોગાનંદઃ પરમહંસ યોગાનંદ પોતાના પુસ્તક 'ઓટોબોયોગ્રાફી ઓફ ધ યોગી'ને કારણે જાણીતા થયા છે. તેમણે પશ્ચિમના લોકોને ધ્યાન અને ક્રિયા-યોગનો પરિચય કરાવ્યો હતો, એટલું જ નહિ, તેઓ યોગના સૌથી પહેલા અને મુખ્ય ગુરુ હતા. તેમણે પોતાનું મોટા ભાગનું જીવન અમેરિકામાં વિતાવ્યું હતું.

મહર્ષિ મહેશ યોગીઃ મહર્ષિ મહેશ યોગી દેશ અને દુનિયામાં 'ટ્રાન્સડેન્ટલ મેડિટેશન'ના જાણીતા શિક્ષક હતા. ઘણી ખ્યાતનામ વ્યક્તિઓ તેમને તેમના ગુરુ માને છે. તેઓ સમગ્ર વિશ્વમાં તેમના યોગથી જાણીતા છે. શ્રી શ્રી રવિશંકર પણ મહર્ષિ મહેશ યોગીના શિષ્ય છે.તિરુમલાઈ કૃષ્ણમચાર્ચઃ તિરુમલાઈ કૃષ્ણમચાર્ચને 'આધુનિક યોગના પિતા' કહેવામાં આવે છે. તેમને હઠ યોગ અને વિન્યાસને ફરી જીવિત કરવાનું શ્રેય જાય છે. તેમને આયુર્વેદ વિશેનું જ્ઞાન પણ હતું. સારવાર માટે તેમની પાસે આવેલા લોકોને તેઓ યોગ અને આયુર્વેદની મદદથી સારા કરી દેતા હતા. તેમણે મહિસૂરના મહારાજાના સમયમાં પૂરા ભારતમાં યોગની નવી ઓળખ આપી હતી.બી.કે. એસ અયંગરઃ બી. કે. એસ અયંગરે યોગની દુનિયાભરમાં ઓળખ આપવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી. 'અયંગર યોગ' નામની તેમની એક યોગની સ્કૂલ પણ છે. આ સ્કૂલના માધ્યમથી તેમણે દુનિયાભરના લોકોને યોગથી વાકેફ કર્યા હતા. 2004માં ટાઇમ મેગેઝિનને તેમનું નામ વિશ્વના ટોચના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યું હતું. વધુમાં, તેમણે પતંજલિ યોગ સૂત્રોને ફરીથી નવા રૂપમાં વ્યાખ્યાયિત કર્યા છે. 'લાઇટ ઓન યોગ' નામનું તેમનું એક પુસ્તક છે, જેને યોગ બાઇબલ માનવામાં આવે છે.ધીરેન્દ્ર બ્રહ્મચારીઃ ધીરન્દ્ર બ્રહ્મચારીને ઇન્દિરા ગાંધીના યોગ-શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે દૂરદર્શન ચૅનલના માધ્યમથી યોગને પ્રોત્સાહન આપવાનું કામ શરૂ કર્યું હતું. આની સાથે તેમણે દિલ્હીની શાળાઓમાં અને વિશ્વવ્યાપી યોગ આશ્રમમાં યોગ શરૂ કરાવ્યા હતા. તેમણે હિન્દી અને અંગ્રેજીમાં ઘણાં પુસ્તકો લખીને યોગને પ્રોત્સાહન આપ્યું છે. જમ્મુમાં તેમનો એક આલીશાન આશ્રમ પણ છે.સ્વામી ચિદાનંદ સરસ્વતીઃ સ્વામી ચિદાનંદ 20 વર્ષની ઉંમરે ચેન્નઇની લોયોલા કોલેજમાંથી સ્નાતક થયા હતા. ત્યાર બાદ તેમણે શિવાનંદ સરસ્વતીની સલાહ લઈ સંન્યાસી બન્યા અને શિવાનંદ આશ્રમનો ભાગ બની કામ કરવાનું શરૂ કર્યું હતું. થોડા સમય પછી તેમને ઋષિકેશના ડિવાઇન લાઇફ સોસાયટીના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.સ્વામી રામઃ સ્વામી રામ એવા યોગી છે, જેના પર પશ્ચિમી વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો, કારણ કે સ્વામી રામે કહ્યું હતું કે તેઓ શરીરની પ્રક્રિયાઓ, જેવી કે બ્લડ-પ્રેશર, હ્રદયના ધબકારા અને શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકે છે. તેમણે 'હિમાલયન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ સાયન્સ એન્ડ ફિલોસોફી'ની સ્થાપના કરી હતી, જેની યુરોપ અને ભારતમાં શાખા છે એનું મુખ્ય મથક અમેરિકામાં છે.જગ્ગી વાસુદેવ: જગજી વાસુદેવનો જન્મ 1997માં એક તેલુગુ પરિવારમાં થયો હતો. તેમના બિન-ધાર્મિક અને નોન-પ્રોફિટ ઇશા ફાઉન્ડેશન દ્વારા તેઓ સમગ્ર વિશ્વમાં લોકોને યોગ શીખવે છે.

First published: June 20, 2018, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading