Vastushastra: વાસ્તુશાસ્ત્ર (Vastushastra) અનુસાર ઘરમાં બેઝમેન્ટ એટલે કે, ભોંયરું ન બનાવવું જોઈએ. ભોંયરામાં સૂર્યપ્રકાશ અને હવાનો અભાવ રહે છે. જેના કારણે ભોંયરામાં રહેતા લોકો અનેક બિમારીઓની ચપેટમાં આવી શકે છે. સૂર્ય પ્રકાશ અને શુદ્ધ હવાથી અનેક પ્રકારના રોગ દૂર થાય છે.
હાલના સમયમાં જનસંખ્યામાં વૃદ્ધિ થવાથી અને મોંઘવારીને કારણે જમીનનો વધુમાં વધુ ઉપયોગ કરવાના વિચાર તરફ લોકો વળી રહ્યા છે. આ કારણોસર ઘરમાં ભોંયરું બનાવવામાં આવે છે. વાસ્તુના આધાર પર વાસ્તુ આ બાબત સાથે સહમત થતું નથી. તેમ છતાં જો તમે ઘરમાં ભોંયરું બનાવવા ઈચ્છો છો તો આ બાબતોનું ધ્યાન (Vastu tips for basement) રાખવું જરૂરી છે. તિરુપતિના જ્યોતિષાચાર્ય તથા વાસ્તુ નિષ્ણાંત ડૉ. કૃષ્ણકુમાર ભાર્ગવે (Dr. krushna kumar Bhargav) આ અંગે વિગતવાર જાણકારી આપી છે.
ભોંયરાનો કલર કેવો હોવો જોઈએ?
વાસ્તુ અનુસાર ભોંયરાની શુભતા પ્રાપ્ત કરવા માટે કલરનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ અનુસાર ભોંયરા માટે હંમેશા સફેદ, સામાન્ય પીળો, સામાન્ય ગુલાબી રંગ શુભ સાબિત થાય છે. જ્યાં ભૂલથી પણ કાળા રંગનો અથવા ઘટ્ટ રંગનો ઉપયોગ ન કરવો જોઈએ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર